પાલનપુર ખાતે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઇ હતી જેમાં પાર્ટીમાં માત્ર વહાટ્સએપ દ્વારા શાસન ચાલી રહ્યું છે તેવા આક્ષેપો પાર્ટીના કારકરોએ કર્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-26 11:51:57
  • Views : 502
  • Modified Date : 2021-07-26 11:51:57

     આજ રોજ પાલનપુર ખાતે આમ આદમી પાર્ટીમાં થયેલ ભડકો સામે આવ્યો છે. છેલ્લે કોર્પોરેશનની ચૂંટણી પછી આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સફળતા માટેની દાવેદારી દેખાતી હતી. સુરત સહિતની મહાનગરપાલિકા અને કેટલીક નગરપાલિકામાં ઉમેદવારો વિજેતા બન્યા હતા. કાર્યકરો અને જાહેર વ્યક્તિઓ સતત આમ આદમી પાર્ટી સાથે રોજેરોજ જોડાતા રહેતા હતા. બનાસકાંઠા જિલ્લામાં પણ આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નોંધપાત્ર દેખાવ કરી આમ આદમી પાર્ટી મજબૂત દાવેદાર તરીકે ઉભી થઇ રહી હતી.ત્યારે આજે જિલ્લા આમ આદમી પાર્ટી મૂળભૂત બંધારણ વગર વહાટ્સ એપથી ચાલતી પાર્ટી બની ગઈ છે...આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ છે. ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા છે. આ બંધારણ મુજબ સંઘઠન મંત્રીનો કોઈ હોદ્દો પાર્ટી બંધારણમાં સ્વીકારેલ નથી. આમ છતાં સંગઠન મંત્રી માત્ર વહાટ્સ એપ દ્વારા સંઘઠનને સક્રિય બનાવવા પાણીમાં લાકડી પછાડી રહ્યા છે.

દરેક રાજકીય પાર્ટીની જિલ્લા કચેરી જિલ્લા મથક પાલનપુર ખાતે છે ત્યારે આમ આદમી પાર્ટીએ જિલ્લા કાર્યાલય ડીસા ખાતે બદલ્યું હોવાનો કચવાટ કાર્યકરોમાં જોવા મળેલ છે. ડીસા સ્થિત તબીબ અને વ્યવસાયે ઓર્થોપેડિક સર્જન નવા જિલ્લા પ્રમુખ હોવાથી વહીવટ ડીસા હોસ્પિટલથી અને થોડા સમયથી ઇસ્કોન ડીસા ખાતેથી થતો હોવાથી જિલ્લા કાર્યાલય બન્ધ કર્યાનું જાણવા મળેલ છે.

અત્યારે બનાસકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે તે તમામને એમની જવાબદારી વહાટ્સ એપ દ્વારા જ આપવામાં આવી છે.આજની કોંફરન્સમાં પ્રદેશ નેતાઓને સીધી રીતે સંદેશ આપવા આ પ્રેસ કોંફરન્સનું આયોજન કર્યું હતું. કોરોનામાં મૃતક પરિવારને મળવા આવનાર આ નેતાઓ પાર્ટીને બેઠી કરનાર કાર્યકરોને સાંભળશે કે કેમ એ આવનારા દિવસોમાં ખબર પડે અને યોગ્ય પગલાં લેવાય એ માટે ઉપસ્થિત આગેવાનોએ આ વાત ઈટાલિયા અને ઇસુદાન સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.

વર્ષોથી અંધશ્રદ્ધા સંદર્ભે આગવી રીતે ભૂવાઓ અને કથાકારો તેમજ ધાર્મિક વ્યક્તિઓ અને પ્રચારકો વિરુદ્ધ બોલનાર ગોપાલ ઇટાલિયા આજે ઉત્તર ગુજરાતમાં ભુવાજી સાથે સંપર્કમાં રહી આગળ વધી રહ્યાનું ચર્ચામાં છે. આ ભુવાજી અને સ્થાનિક લેભાગુ નેતાઓ ગોપાલ ઇટાલિયા અને ઇસુદાનને કેટલા અંધારામાં રાખી શકશે એ જોવું રહ્યું.

આમ આદમી પાર્ટીના પ્રદેશ સહ સંગઠન મંત્રી અને પ્રદેશ મીડિયા સેલના સદસ્ય દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ આ બેઠકમાં આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકરોની કદર ન થતી હોવાનો સુર જણાઈ આવ્યો હતો.

ઉતર ગુજરાતના બની બેઠેલા પ્રદેશ નેતાઓ આમ આદમી પાર્ટીને તોડવાનું કામ કરી રહ્યા હોવાનું આરોપ લગાવતા જણાવ્યું હતું કે પાર્ટી માટે ભોગ આપનાર અને પાર્ટીને સન્માન જનક સ્થિતિમાં મૂકી આપનાર કાર્યકરોને ગેર બંધારણીય રીતે વોટ્સએપ મેસેજ દ્વારા હટાવી દેવાયા છે. આ અંગે પ્રતિભાવ આપતા તેમણે જાતીવાદી વલણ અપનાવવામાં આવ્યાનો આક્ષેપ લગાવ્યો હતો. વધુ વાત કરતાં જણાવ્યું કે કેટલાક લોકો ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત થવા દેતા નથી.પોતાની મનમાની ચલાવે છે. પાર્ટીના નેતાઓ જ્યારે કોરોના મહામારીમાં મૃત લોકોના પરિવારને મળવા જઈ રહ્યા છે. રાજકીય રીતે તેઓને આ કરતાં રોકી પણ ન શકાય. છતાં પાર્ટીના મૂળ ઊંડા ઉતારનાર કાર્યકરોને કોઈ ખુલાસાની તક આપ્યા વગર જ જવાબદારીમાંથી મુક્ત કરાયા છે ત્યારે પાર્ટીના હાઈ કમાન્ડ દ્વારા લેભાગુ અને ફોટોગ્રાફી કરતાં લોકોને બદલે સાચા કાર્યકરોને સાંભળવામાં આવે એવો પ્રદેશ નેતાઓને અનુરોધ કર્યો હતો.

Download Our B K News Today App



Related News