હારીજ તાલુકાના રૂગનાથપુરા મુકામે શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે ખાખળ પરગણા પ્રજાપતિ સમાજની મીટીંગ યોજાઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-02 11:30:52
  • Views : 238
  • Modified Date : 2021-08-02 11:30:52

     હારીજ તાલુકાના રૂગનાથપુરા મુકામે બ્રહ્માણી માતાજીના મંદિરે ખાખળ પરગણા પ્રજાપતિ સમાજની મીટીંગ પ્રજાપતિ કનુભાઈ મગનભાઈના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.આઠ પરગણામાંથી પધારેલ મહેમાનો પ્રજાપતિ દિલીપભાઈ પ્રાગજી ભાઈ તથા આગેવાનોએ શાલ ઓઢાઢી સન્માન કર્યું હતું.હરેશભાઈ પ્રજપતિ શાબ્દિક સ્વાગત કરી મહેમાનો ને આવકાર્યા હતા. મિટિંગ રાધનપુરમાં આવેલ પ્રજાપતિ છાત્રાલય તથા હાઈસ્કૂલ બાબતની ચર્ચા વિચારણા કરવા રાખવામાં આવી હતી.જેમાં રાધનપુર મુકામે પ્રજાપતિ શાંતાબેન હેમાભાઈ નામની છાત્રાલય ચાલે છે.તેમાં આઠ પરગણા ગુર્જર પ્રજાપતિની સંમતથી હાઈસ્કુલની શરૂઆત કરવાની માંગ ઊભી થઈ ત્યારે માંગને પુરી કરવા માટે આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજે સંમતી આપી હતી.રાધનપુર છાત્રાલય ચાલુ કરી ત્યારે તે સમયે પ્રમુખ પ્રજાપતિ વિરજીભાઈ રામજીભાઈ હતા.અને વિરજી ભાઈ પ્રજાપતિ તથા સમાજના આગેવાનોના અથાગ પ્રયત્નથી રાધાનપુરમાં હાઈસ્કુલની મંજૂરી મળી અને હાઈસ્કુલ ચાલુ કરાવી હતી અને હાઈસ્કુલ પણ સારી રીતે ચાલતી હતી.પરંતુ કોરોના કાળના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થવાથી હાલ છાત્રાલયમાં ચાલતું શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે..પરંતુ હાલમાં સંસ્થા બંધ કરાતા સંસ્થાને ચાલુ રાખવા પ્રજાપતિ દિલીપભાઈ પ્રાગજી ભાઈએ આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના આગેવાનોને મિટિંગમાં બોલાવી ચર્ચાઓ કરાઈ હતી. મિટિંગમાં  પ્રજાપતિ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News