પાલનપુર ખાતે જિલ્લા ભાજપ મીડિયા સેલની બેઠક મળી હતી.. જેમાં ઉત્તર ઝોન મીડિયા સેલ અને જિલ્લા ભાજપ પદાધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-19 13:01:29
  • Views : 270
  • Modified Date : 2021-06-19 13:01:29

     બનાસકાંઠા જિલ્લામાં ભાજપનું સંગઠન મજબૂત બનાવવા માટે વિવિધ મોરચા અને સેલના હોદ્દેદારોની નિયુક્તિ કરાઈ રહી છે જેમાં જિલ્લા ભાજપ દ્રારા તાજેતરમાં લોકશાહીના ચોથા સ્તંભ સમાં મીડિયા સેલની રચના કરાઈ છે જેમાં નવ નિયુક્ત જિલ્લા, તાલુકા, શહેર મંડળોના કન્વીનર, સહ કન્વીનરોનો પરિચય મેળવવા માટે પ્રદેશ તેમજ જિલ્લા ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં પાલનપુર ખાતે મીડિયા સેલની બેઠક મળી હતી..જેમાં નવ નિયુક્ત જિલ્લાના  કન્વીનરો અને સહ કન્વીનરોને ભાજપ દ્રારા સોંપવામાં આવેલી જવાબદારી ખંત પૂર્વક નિભાવવા તેમજ પક્ષ અને સરકારના સેવા કાર્યો મીડિયાના માધ્યમથી છેવાડાના લોકો સુધી પહોચાડવા હાંકલ કરાઈ હતી અને પક્ષમાં મીડિયાની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા પ્રભારી નંદાજી ઠાકોર, મહામંત્રી ડાહ્યાભાઈ પીલીયાતર સહિત કન્વીનરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News