આજરોજ બાદરપુરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ડીસા શહેર ભાજપ યુવા મોરચાનો મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાભરમાંથી ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-13 11:59:14
  • Views : 225
  • Modified Date : 2021-11-13 11:59:14

 

હિન્દુ ધર્મમાં નવા વર્ષની શરૂઆત સ્નેહમિલન કાર્યક્રમ થી થતી હોય છે.ત્યારે અત્યારે હાલમાં એક ધર્મના શરૂ થયેલા નવા વર્ષ નિમિત્તે વિવિધ રાજકીય પક્ષો તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા કાર્યક્રમ થકી એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે જે અંતર્ગત આજે બાદરપુરા ગામ ખાતે પણ ડીસા શહેર યુવા મોરચા ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નવા વર્ષની એકબીજાને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ખાસ કરી દે નવા વર્ષમાં આગામી સમયમાં યોજાનારી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ અને બનાસકાંઠા જિલ્લામાં વિજય બનાવી વિકાસના કામોને આગળ ટકાવવા માટે કાર્યકર્તાઓને હાકલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી

 

Download Our B K News Today App



Related News