ડીસા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે નગરપાલિકાના 172 કર્મચારીઓ નું મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-27 12:01:54
  • Views : 203
  • Modified Date : 2021-12-27 12:01:54

 

આજરોજ ડીસા નગરપાલિકા હોલ ખાતે આરોગ્ય વિભાગ ટીમ દ્વારા નગરપાલિકાના 172 કર્મચારીઓનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું હાલમાં જે પ્રમાણે ફરી એકવાર કોરોના મહામારી ની જેમ અન્ય બિમારીઓ એ માથું ઊંચક્યું છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત બીમારીઓને નાથવા માટે ડીસા તાલુકામાં અલગ-અલગ સેન્ટર આરોગ્યલક્ષી કેમ્પ યોજી લોકોને સારવાર આપવામાં આવી રહી છે જે અંતર્ગત ડીસા નગરપાલિકા ખાતે આજરોજ અર્બન હેલ્થ સેન્ટર 1 અને 2  ધ્વારા નિરામય ગુજરાત પ્રોગામ અંતર્ગત ડીસા નગરપાલિકામાં મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત દર્દીઓને નિરામય ગુજરાત પ્રોગામમાં બી.પી., ડાયાબીટીસ તથા કેન્સર જેવા નગરપાલિકાના વર્ગ–૪ તેમજ તમામ સ્ટાફની પાથમિક તપાસ કરવામાં આવી હતી. જેમાં ડો.જીતેન્દ્ર પારગી અને ડો.મનજીત રાવ અર્બન હેલ્થ ઓફીસર ૧ અને ૨ ના હાજર રહેલ.  ફામાર્સીટ અલ્માસ કરેશી,લેબોરેટરી વિભાગમાં  લેબ ટેક રાજેશ બી. પ્રજાપતિ અને જગદીશભાઈ એન. રાંગી તેમજ અર્બન હેલ્થ સેન્ટરના અર્બન સુપરવાઈઝર હરિસિંહ ચૌહાણ, તેમજ અર્બન–૧ અને ૨ નો તમામ મપહેવ અને ફીહેવ તેમજ તમામ આશા વર્કર બહેનો હાજર રહેલ. તેમજ ઓપીડી ડીસા નગરપાલિકામાં ૧૭૨ દર્દીઓની તપાસ કરેલ અને ૬૨ દર્દીઓની ડાયાબીટીસ ચેક કરેલ અને દર 55 દર્દીઓની બીપી તપાસ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News