સુરતમાં મેડિકલ ટીમ તૈયાર, સરકાર આદેશ આપશે તો અસરગ્રસ્ત વિસ્તારમાં ફરજ બજાવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-16 16:37:47
  • Views : 92
  • Modified Date : 2023-06-16 16:37:47

  બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતમાં તારાજી સર્જી છે ત્યારે સુરતમાં સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ટીમ તૈયાર કરી દેવામાં આવી છે. 150થી વધુ નર્સિંગ સ્ટાફ અને રેસિડેન્ટ ડોક્ટરોની ટીમ તૈયાર છે. સરકાર આદેશ કરશે તો આ ટીમ તાત્કાલિક અસર ગ્રસ્ત વિસ્તારમાં કામગીરી માટે રવાના થઇ જશે.ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડું ત્રાટકી ગયું છે. સુરત જિલ્લામાં આ વાવાઝોડાની કઈ ખાસ અસર દેખાઈ ન હતી પરંતુ તકેદારીના ભાગરૂપે સુરત જિલ્લાનું તંત્ર એલર્ટ મોડમાં હતું. તો બીજી તરફ વાવાઝોડાને લઈને જે અસર ગ્રસ્ત વિસ્તાર છે ત્યાં મેડીકલ સેવા પૂરી પાડવા માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે મેડીકલ ટીમ તૈયાર છે. 150 નર્સિંગ સ્ટાફ અને 15 જેટલા રેસિડેન્ટ ડોકટરિસની ટીમ તૈયાર છે. સરકારનો આદેશ આવશે તો આ ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં કામગીરી કરવા માટે રવાના થઇ જશેનર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઇકબાલભાઈ કડીવાલાએ જાણાવ્યું હતું કે 150થી વધુ નર્સિંગ સ્ટાફ અને રેસિડેન્ટ ડોક્ટર્સ પણ તૈયાર છે. સરકાર જયારે પણ આદેશ આપશે ત્યારે કોઈ પણ પરિસ્થિતિમાં કલાકોમાં અમે જવા તૈયાર છીએ. અગાઉ પણ અમારી ટીમે ભુજ, બનાસકાંઠા કે પછી ઓડીશા સાયક્લોન હોય ત્યાં અમારી ટીમ ફરજ બજાવી ચુકી છે.તેમણે કહ્યુ કે ભગવાનને પ્રાર્થના છે કે આવી પરિસ્થિતિ ઉભી ન થાય પરંતુ જો જરૂર પડે અમારી ટીમ તૈયાર છે. મીટીંગ કરીને તમામને સુચના આપવામાં આવી છે કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈને બેગ સાથે તૈયાર રહો. જયારે પણ આદેશ આવે ત્યારે અમે તાત્કાલિક જવા તૈયાર છીએ.મહત્વનું છે કે  બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર, કચ્છમાંથી પસાર થઈ ગયું છે. ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાવાઝોડાની અસર હેઠળ કેટલાક સ્થળે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં કેટલાક સ્થળે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે.રાજસ્થાનના દક્ષિણ ભાગમાં પણ અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે.

 

 

Download Our B K News Today App



Related News