ડીસા નગરપાલિકા સંચાલિત સેલ્ટર હોમ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-17 11:21:34
  • Views : 367
  • Modified Date : 2022-06-17 11:21:34

 

 

ડીસા શહેરમાં રાજય સરકાર દ્વારા લાટી બજાર વિસ્તારમાં ગરીબો માટે સેલ્ટર હોમ તૈયાર કરવામાં આવેલ છે જેનું સંચાલન જયોતિ સામાજીક સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે..આ સેલ્ટર હોમમાં ઘર વિહોણા પરીવારને રાખવામાં આવી રહ્યા છે..જેમાં સેલ્ટર હોમમાં રહેતાં તમામ પરીવારજનોનુ ખાસ ધ્યાન રાખવામાં આવે છે ત્યારે સેલ્ટર હોમમાં રહેતાં ગરીબ પરીવારજનોને આરોગ્યની ચિંતા કરી નંગરપાલિકા દ્વારા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે જે અંતગર્ત આજરોજ ડીસા હેલ્થ અઘિકારનાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા સેલ્ટર હોમમાં રહેતાં તમામ લોકોનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું..જેમાં ડાયાબિટીસ,બીપી,કોરોના જેવી બિમારીઓનું ચેકઅપ કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી..રાજય સરકાર દ્વારા નંગરપાલિકા સંચાલિત બનાવેલ સેલ્ટર હોમમાં અંદાજે ૬૦ લોકો વસવાટ કરી રહ્યાં છે તેમના માટે જયોતિ સામાજીક સંસ્થા દ્વારા તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે સેલ્ટર હોમમાં રહેતાં તમામ પરીવારજનોને રહેવાની જમવાની સાથે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ જોવા મળતા તમામ પરીવારજનો દ્વારા નંગરપાલિકા સહિત રાજય સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આજે યોજાયેલ મેડીકલ કેમ્પમાં આરોગ્ય વિભાગ ના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહીને આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવી હતી..

Download Our B K News Today App



Related News