બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને સુપરવિઝન ઓફિસરની મિલીભગતથી મોટાપાયે કૌભાંડ બહાર આવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-04 12:04:38
  • Views : 3727
  • Modified Date : 2021-02-04 12:04:38

    છેવાડે રહેતા પછાત અને ગરીબ વર્ગના લોકોને પણ પુરતી સુવિધાઓ મળી રહે તે અંતર્ગત સરકારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે પરંતુ બનાસકાંઠાના સરહદી વિસ્તાર માં કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને સુપરવિઝન ઓફિસરે સાથે મળી હલકી ગુણવત્તા વાળું અને તકલાદી કામ કરી મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે.પાણીની અછત અને સરહદી વિસ્તારમાં આવેલા ગામડાઓનો પણ વિકાસ થાય અહીંના લોકોને પણ પુરતી સુવિધાઓ મળી રહે તે માટે સરકારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ની શરૂઆત કરી છે જે અંતર્ગત દર વર્ષે લાખો અને કરોડો રૂપિયાની ફાળવણી થાય છે પરંતુ કેટલાક ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ના કારણે આ યોજનાનો લાભ જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચી શકતો નથી બનાસકાંઠા જિલ્લામાં પણ આવી જ પરિસ્થિતિ છે સરકારે છેલ્લા ત્રણ વર્ષની અંદર વાવ તાલુકાના અસારા તેમજ આજૂબાજૂના ગામડાઓના વિકાસ માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ અંતર્ગત કરોડો રૂપિયાના કામો કર્યા છે પરંતુ મોટા ભાગના કામો અને હલકી ગુણવત્તાવાળા થયા છે

, અસારા ગામ માં પણ છેલ્લા બે વર્ષની અંદર અંદાજિત 1 કરોડ જેટલી ગ્રાન્ટ ફળવાઈ છે જેમાં પશુઓ માટે નો ગમણ સાથે નો પશુ સેડ, ખેતરો માં પાણી સંગ્રહ માટે બંધપાળાઅને પાણી રોકવા માટે નાના સીમેન્ટ અને કોન્ક્રીટ ના ઇનલેટ આઉટલેટ બનાવવાના હતા પરંતુ આ તમામ કામો હલકી ગુણવત્તાવાળા અને ક્યાંક માત્ર કાગળ પર જ કામ કરી બારોબાર પૈસા ચાલુ કરી દીધા છે જે અંગે સ્થાનિક જાગૃત લોકો ને જાણ થતાં તેઓએ ઉચ્ચ સ્તરે વારંવાર લેખિત અને મૌખિક રજુઆત કરી છે પરંતુ નથી તો આ મામલે કોઇ જ તપાસ થઈ કે નથી કોઈ અધિકારીએ કાર્યવાહી કરી જેથી કંટાળેલા ગ્રામજનોએ ભ્રષ્ટાચાર માં ડૂબેલા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

    ગામમાં જે પાણી રોકવા માટે એમને ઈનલેટ આઉટલેટ બનાવવામાં આવ્યા છે તે પણ સાવ તકલાદી અને હલકી ગુણવત્તાના બનાવ્યા છે અહીં અને સિમેન્ટ અને કોન્ક્રીટ ના બનાવવાની જગ્યાએ માત્ર જુના ઈનલેટ આઉટલેટ બનાવેલો હતો તેના પર થિંગડા મારી પૈસા બારોબાર ચાંઉ કરી દીધા છેસ્થાનિક અરજદાર અને ગ્રામજનો નું માનીએ તો માત્ર અસારા ગામમાં જ નહીં પરંતુ વાવ તાલુકામાં કરોડો રૂપિયાના કામો થયાં છે જે તમામ કામો હલકી ગુણવત્તાવાળા અને માત્ર કાગળ પર જ કરી બારોબાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પૈસા ચાંઉ કરી ગયા છે જેમાં સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં પણ હજુ સુધી આ મામલે કોઇ જ કાર્યવાહી થઇ નથી જ્યારે અસારા ગામના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના કમિટીના આગેવાન આ તમામ કામો યોગ્ય જ થયા હોવાનું રટણ કારી રહ્યા છે....

    આ તમામ કામો ની તસવીરો જોતા સ્પષ્ટપણે ગ્રામજનો સાચા છે તે સાબિત થાય છે પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે આ સરકારી કામગીરી ચાલતી હોય છે ત્યારે તેના પર સુપરવિઝન ઓફિસર તરીકે સરકારી અધિકારી હોય છે પરંતુ તેમાં પણ સુપરવિઝન ઓફિસરે કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે કોઈ દેખરેખ રાખતા અને ધ્યાન રાખતા આ તમામ કામો ગુણવત્તા વગરના પડયા છે એક તરફ સરકાર લોકોની સુખાકારી માટે લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાવે છે ત્યારે બીજી તરફ ભ્રષ્ટ સરકારી અધિકારીઓ ના કારણે લોકો સુધી આ યોજનાનો લાભ  પહોંચતો નથી ત્યારે આ બાબતે તટસ્થ તપાસ થાય તો હજુ પણ મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.

 

Download Our B K News Today App



Related News