ડીસાના ભોંયણ પાટીયા પાસે મારુતિ કાર પલટી ખાતા સર્જાયો અકસ્માત : એકનું મોત, 2 ઈજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-15 16:15:54
  • Views : 3968
  • Modified Date : 2022-07-15 16:15:54

 

ડીસા તાલુકાના ભોંયણ પાટીયા પાસે મારુતિ કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગાડી ચાલક નું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે બે લોકોને ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને નેશનલ હાઈવે પર સર્જાતા વારંવાર અકસ્માતો ને લઈ હાલ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા એક મહિનામાં ડીસા તાલુકામાં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે. જેમાં વારંવાર સર્જાતા આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે ત્યારે આવો જ એક અકસ્માત ડીસા તાલુકાના ભોયણ પાટીયા પાસે સર્જાયો હતો જેમાં વરણ ગામના વતની ગણપતભાઈ ઈશ્વરભાઈ ઘોઘાળ પોતાની ગાડી લઈને પાલનપુર થી ત્રણ લોકો ડીસા તરફ આવી રહ્યા હતા તે સમયે પાટીયા નજીક અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મારુતિ કાર રોડ પર પલટી ખાતા મારુતિ કારમાં સવાર ગણપતભાઈ ઘોઘાળનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ગાડીમાં અન્ય બે લોકોને નાની મોટી ઇજાઓ તથા સારવાર કરવામાં આવી હતી આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ટોળા ઉલટી પડ્યા હતા જ્યારે વરણ ગામના ગણપતભાઈ નું મોતની નિપજતા રબારી સમાજમાં ઘેરા શોખની લાગણી છવાઈ હતી

Download Our B K News Today App



Related News