ભીલડીમાં આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે બી.એમ.મહેશ્વરી આર્ટસ કોલેજના વિધાર્થીઓની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-14 11:18:58
  • Views : 239
  • Modified Date : 2021-09-14 11:18:58

ભીલડી ખાતે ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન ઉપક્રમે એન.વાય.વી વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે બી.એમ.મહેશ્વરી આર્ટસ કોલેજના વિધાર્થીઓની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું..કોલેજના પ્રમુખ ભવાનીભાઈ મહેશ્વરીએ મેરથોન દોડને લીલીઝંડી આપી હતી નેહરુ યુવા કેન્દ્રના વિશાલભાઈ જોશી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સુનિતા ખત્રી એનએસએસ વિભાગના પ્રોફેસર ઓફિસર રેખાબેન ગોસ્વામી ટ્રસ્ટી જીગ્નેશભાઈ મહેશ્વરીએ તમામ વિદ્યાર્થીઓને ઉત્સાહ પૂરો પાડ્યો હતો. દોડમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જેમાં કોલેજથી લઈને ભીલડી ગંજ નાળા સુધી તેમજ દેરાસર સુધી બે કિલોમીટરની મેરથોન દોડ યોજાઇ હતી..

Download Our B K News Today App



Related News