શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂની પેટી સાથે એક ઇસમને લોકલ ક્રાઇમ બ્રાન્ય દ્વારા પકડવામાં આવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-19 16:02:55
  • Views : 294
  • Modified Date : 2022-09-19 16:02:55

 

એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકિકત મેળવી ઉબરી બુકોલી રોડ ઉપર એક સીલ્વર કલરની વેગેનાર ગાડી જેના રજી.નં.જી.જે.૦૮.સી.કે .૨૭૪૮ જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ઉબરી થઇ પાટણ થઇ અમદાવાદ જનાર છે જે બાતમી હકીકત આધારે ગાડીને નાકાબંધી કરી પકડી પાડેલ જેના કબ્જા ભોગવટાની ગાડી માંથી ગે.કા. અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પેટી નંગ -૧૦ તથા છુટક બોટલ નંગ -૧૦૦ એમ કુલ બોટલ નંગ -૪૮૪ કિ.રૂ .૧,૦૨,૦૦૦ / - તેમજ વેગેનાર ગાડી કિરૂ .૩,૫૦,૦૦૦ / તથા એક મોબાઇલ નંગ -૧ કિરૂ .૫૦૦૦ એમ કુલ મુદામાલ ૪,૫૭,૦૦૦ / - ની હેરાફેરી કરી પોલીસ નાકાબંધી દરમ્યાન ગાડીનો ચાલક પકડાઇ ગયેલ હોઇ જેના વિરૂધ્ધ શિહોરી પોલીસ સ્ટેશન કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપીઓ આરોપી- શીવરતન અગ્રવાલ સન / ઓફ ઓમપ્રકાશ રામડાવાસ કલાન પીપર જોધપુર માલ ભરાવનાર- દિનેશભાઇ મેઘવાલ .રહે.સાંચોર

Download Our B K News Today App



Related News