ડીસા ના ટેટોડા ગામ નજીક ગાડી પાર્ક કરીને સુતેલા ચાલક પાસેથી રોકડ અને મોબાઈલ ની ચોરી કરનાર શખ્સ ગણતરીના કલાકો માંજ ઝડપાઈ ગયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-13 12:27:36
  • Views : 3971
  • Modified Date : 2022-08-13 12:27:36


ડીસા ના ટેટોડા ગામ નજીક ગાડી પાર્ક કરીને સુતેલા ચાલક પાસેથી રોકડ અને મોબાઈલ ની ચોરી કરનાર શખ્સ ગણતરીના કલાકો માંજ ઝડપાઈ ગયો છે. પોલીસે મોબાઈલ ચોર સ્વીફ્ટ કાર ના ચાલક ની અટકાયત કરી છે તેમજ ચોરાયેલ રોકડ અને મોબાઈલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

ડીસા માં જીપડાલા ના ચાલક પાસેથી સ્વીફ્ટ કાર નો ચાલક મોબાઈલ અને રોકડ રકમની ચોરી કરી ગયો હોવાની ઘટના બની છે. રામસણા ગામે રહેતા અલ્પેશભાઈ ઠાકોર જીપડાલા માં ફેરો લઈને રામદેવરા સંઘ માં ગયા હતા અને પરત આવતા તેઓ થાકી જતા ટેટોડા ગામ નજીક દર્શન હોટલ આગળ ગાડી પાર્ક કરીને સુઈ ગયા હતા, તે દરમિયાન કોઈ અજાણ્યો વ્યક્તિ તેમનો મોબાઇલ અને રોકડ રકમ ની ચોર કરી જતા તેમણે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે પોલીસે તાત્કાલિક તપાસ કરતા જેરડા ત્રણ રસ્તા પાસે આવી રહેલી શંકાસ્પદ સ્વીફ્ટ કાર ને થોભાવી તલાસી લીધી હતી. તે સમયે કાર ચાલક ગોપાલપુરી બાવા પાસેથી એક શંકાસ્પદ મોબાઈલ મળી આવ્યો હતો જે બાબતે પોલીસે કડક પૂછપરછ કરતા તેણે મોબાઇલ જીપડાલા માંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે તેની પાસેથી મોબાઇલ અને રોકડ રકમ કબજે કર્યા હતા. તેમજ સ્વીફ્ટ કાર ચાલક અને મોબાઈલ ચોર ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે . . . .

Download Our B K News Today App



Related News