પાટણ શહેરમાં રાત્રિના સમયે ઘરમાંથી મોબાઈલની ચોરી કરતો એક શખ્સ ઝડપાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 15:20:51
  • Views : 251
  • Modified Date : 2021-03-09 15:20:51

    પાટણ એ ડિવિઝન પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસના માણસો વોચમાં રહી રવિવારે બપોરે પાટણ બજારમાંથી ચોરીનો મુદ્દામાલ વેચાણ કરવા આવેલ લાલાભાઈ નાગરભાઈ પ્રજાપતિને ઝડપી પાડયો હતો. તેની પાસેથી મોબાઈલ 8 નંગ મળી આવ્યા હતા .આ અંગે પોલીસ પૂછપરછમાં તેને મોબાઇલ ની ચોરી રાત્રી દરમિયાન જુદી જુદી સોસાયટીઓમાં જઈને કરી હોવાની કબૂલાત કરી હતી.

    પાટણ જય વીર નગર સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ તેમના ઘરે 17 ફેબ્રુઆરીના રોજ રાત્રે તસ્કરે ચોરી કરવા આવેલો તેને મોબાઇલ ચોરી કરીને ત્યારબાદ કંઈક વસ્તુ પડવાના અવાજથી પરિવાર જાગી ગયેલો તે અરસામાં તસ્કર ભાગી છૂટ્યો હતો. આ અંગે પાટણ ડિવિઝન પોલીસે મોબાઈલ ચોર પકડતાં તેઓ નો મોબાઇલ પણ મળી આવેલો હોવાથી આ અંગે લાલાભાઇ નાગરભાઈ પ્રજાપતિ સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

    પાટણ એ-ડિવીઝન પી.આઇ અરુણ પરમાર જણાવ્યું હતું કે પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી એક તસ્કર ચોરીનો માલ બજારમાં વેચવા આવી રહ્યો છે એ તો અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો તે બાતમીને ગ્રાહ્ય રાખી પોલીસે વોચ ગોઠવીને ચોરીના 8 મોબાઇલ જેની કિંમત રૂ.66000 સાથે શખ્સ લાલાભાઇ નાગરભાઈ પ્રજાપતિ રહે. રતનપોળ પાટણને ઝડપી પાડ્યો હતો.

    આરોપીએ પાટણની જયવીર નગર સોસાયટી, ચાચરીયા વિસ્તાર, શારદા ટોકિઝ વિસ્તાર અને છીડીયા બજાર વિસ્તારામાં ચોરીને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે.

Download Our B K News Today App



Related News