ડીસાના સોમનાથ ટાઉનશિપ ખાતે સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો પોલીસે 6630ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી ..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-31 11:48:34
  • Views : 1305
  • Modified Date : 2022-03-31 11:48:34

અત્યારે ચાલી રહેલ આઈપીએલ મેચ ને લઈને અનેક શખ્સો દ્વારા કરોડોના સટ્ટા રમી રમાડી રહ્યા છે. ત્યારે ડીસા ખાતે દક્ષિણ પોલીસે બાતમીના આધારે સોમનાથ ટાઉનશિપ ની પાછળ  એક રહેણાંક મકાનમાં એક યુવક આઈપીએલનો સટ્ટો રમતા ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે..

 

અત્યારે આઈપીએલ મેચ ની શરૂઆત થઇ ચૂકી છે અને છતાં રમતા શખ્સો મેચને લઇને કરોડોના સટ્ટા રમતા હોય છે કે ડીસા ખાતે પણ એક યુવક આઈપીએલનો સટ્ટો રમતો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે રહેણાંક મકાનમાંથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે ડીસા દક્ષિણ પોલીસ નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળેલ કે ડીસા સાઈનાથ સોસાયટી પાસે આવેલ સોમનાથ ટાઉનશિપ ની પાછળ છેલ્લી લાઈનમાં એક રહેણાંક મકાનમાં આઈ પી એલ નો સટ્ટો રમી રહ્યા છે તેવી પોલીસને બાતમી મળતા જે બાદ ડીસા દક્ષિણ પોલીસનો સ્ટાફ ડીસા ખાતે આવેલ સોમનાથ ટાઉનશીપ પાછળ એક રહેણાકમાં તપાસ કરતા વિશાળભાઈ મધુસુદનભાઈ ઠક્કર પોતાના રહેણાંક મકાનમાં અત્યારે ચાલી રહેલ આઈ પી એલ મેચનો સટ્ટો પોતાના મોબાઇલમાં આઇડી બનાવી રહ્યો હોવાનું જાણવા મળતાં પોલીસે રોકડ રકમ મોબાઇલ સહિત કુલ 6630 નો મુદ્દામાલ સાથે વિશાલભાઈ મધુસુદનભાઈ ઠાકર ને ઝડપી પાડી જુગાર ધારા એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News