ચીખલીના સાદકપોર ગામે મોડીરાત્રે આદમખોર દીપડાએ યુવતીનો લીધો જીવ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-15 17:39:18
  • Views : 72
  • Modified Date : 2023-10-15 17:39:18

યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું. વન વિભાગે ઘટનાસ્થળની મુલાકાત લઈ દીપડાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ચીખલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દીપડાઓની વધી રહેલી વસ્તી માનવ જીવન માટે ભય ઊભી કરનારી બની રહી છે.  નવસારી જિલ્લામાં માનવ ભક્ષી દીપડાએ 24 વર્ષીય યુવતીને શિકાર બનાવી છે. જેને લઇને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.ચીખલી તાલુકાના સાદકપોર ગામના પહાડ ફળિયામાં સાંજના સમયે આ મહિલાને દીપડાએ શિકાર બનાવી હતી. ગળાના ભાગે પંજા માર્યા હતા. ગતરોજ દીપડાએ વાછરડાનું પણ મારણ કર્યું હતું. મહત્વનુ છે કે અગાઉ વન વિભાગને જાણ કરવા છતાં યોગ્ય પગલા ના લેતા માનવ ભક્ષી દીપડાએ મહિલાને શિકાર બનાવી છે. ત્યારે લોકો વન વિભાગ વહેલી તકે દીપડા પકડવા માટે પાંજરા મૂકે તેવી માગ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News