ડીસા કાંટ રોડ પર મોડી સાંજે આઇસર ટ્રક અને મારુતિ કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-04 12:15:58
  • Views : 302
  • Modified Date : 2021-06-04 12:15:58

     ડીસા પંથકમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રોજબરોજ સર્જાતી અકસ્માતોની ઘટનાઓમાં અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે ગઈકાલે સાંજે ડીસાના કાંટ રોડ ઉપર આવેલ પાંજરાપોળ નજીક આઈસર ટક અને મારૂતિ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર એક યુવકને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું..આ બનાવની વિગત એવી છે કે ડીસા તાલુકાના ઢુવા ગામે રહેતા ધર્મેશ અશોકભાઈ લોધા ગઈકાલે તેઓ પોતાની મારૂતિ સુઝુકી ગાડી નં.GJ ૦૮-૫૯૧૭ લઈને ડીસા તાલુકાના કાંટ રોડ તરફથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કાંટ પાંજરાપોળ નજીક સામેથી પુરઝડપે આવી રહેલ આઈસર ટ્રક નં.GJ ૦૫ X ૪૫૧૭ના ચાલકે જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ધર્મેશભાઈ લોધાને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જાયા બાદ ટ્રકનો ચાલક ટ્રક મુકી ફરાર થઈ ગયો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે મહેશભાઈ લોધાની ફરિયાદના આધારે આઈસર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાય ધરી છે.

Download Our B K News Today App



Related News