તમારા કારણે મારી મા મરી ગઈ, માતાનું કોરોનાથી મોત થતા પુત્રએ પાડોશી પર હુમલો, ઘરના કાચ તોડી પતિ-પત્નીને મારમાર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-05 15:38:09
  • Views : 340
  • Modified Date : 2020-12-05 15:38:09

    સરદારનગરની અર્જુનનગર સોસાયટીમાં 4 શખ્સોએ પતિ-પત્ની સાથે મારઝૂડ કરી વિભત્સ ગાળો બોલી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીની માતાનું કોરોનાથી મોત થતા તેમના પરિવારને પણ કોરોનાથી સાવચેત રહેવાનું કહેવા પર ઉશ્કેરાયેલા પુત્રએ અન્ય ચાર જણા સાથે મળી પાડોશી અને તેની પત્ની પર હુમલો કર્યો હતો. સરદાર નગર પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી લીધી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, અર્જુનનગર સોસાયટીમાં રહેતા સરોબેન વિનોદભાઈનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેઓને 10 દિવસ પહેલા નરોડા પાટિયા ખાતે સન રાઈજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જેઓનું આજે મોત નિપજ્યું હતું. ત્યારે તેમના પાડોશમાં રહેતા અને ડ્રાઈવરની નોકરી કરતા સુનિલકુમાર તમંચેએ સરોબેનના પુત્ર સંદિપને કોરોનાની બીમારીથી સાવચેત રહેવાની સલાહ આપી હતી. જેથી સંદિપ ઉશ્કેરાઈ ગયો હતો અને સુનિલભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. બચાવવા વચ્ચે પડેલી સુનિલભાઈની પત્ની પર પણ હાથ ઉઠાવ્યો હતો.

    સંદિપની સાથે અન્ય 3 શખ્સો પણ આવીને બંન્ને પતિ-પત્ની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. તમારા કારણે જ મારી માતા મરી ગઈ છે એમ કહીં સંદિપે બંન્ને પતિ-પત્ની પર હુમલો કર્યો અને પથ્થર વડે ઘરના કાચ દોડી નાખ્યા હતા. ઝઘડો વધતા આસ-પાસના અન્ય લોકો પણ ભેગા થઈ ગયા હતા. સુનિલભાઈએ સમગ્ર મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચારેય શખ્સો ભાગી છૂટ્યા હતા. પોલીસે પણ ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.


Download Our B K News Today App



Related News