ડીસા RTO ચાર રસ્તા પાસે લાંબો ટ્રાફિક જામ સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-22 11:36:01
  • Views : 311
  • Modified Date : 2022-07-22 11:36:01

 

ડીસા આરટીઓ ચાર રસ્તા પાસે સૌથી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો કિલોમીટર દૂર સુધી ટ્રાફિક ચાર્મ સર્જાતા વાહન ચાલકોએ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈને રહેવું પડ્યું હતું.

 

ડીસા આરટીઓ ચાર રસ્તા પાસે આજે સૌથી લાંબો ટ્રાફિક ગામ સર્જાયો હતો જેમાં ડીસાના આરટીઓ સર્કલ પાસે ધાનેરા થરાદ અને રાધનપુર ને જોડતો ત્રિમાર્ગીય રસ્તો આવેલો છે જે રસ્તા ઉપર રોજે રોજ અસંખ્ય વાહન ચાલકો કામ અર્થે પસાર થતા હોય છે પરંતુ આજે ડીસાના આરટીઓ ચાર રસ્તા પાસે સૌથી લાંબુ ટ્રાફિક સર્જાયું હતું કિલોમીટર દૂર સુધી તમામ વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાઈને રહેવું પડ્યું હતું ડીસાના આરટીઓ ચાર રસ્તાથી માલગઢ સુધી આજે ચારે બાજુ ટ્રાફિકના કારણે વાહન ચાલકો ફસાયા હતા જેના કારણે લોકોએ અત્યાર સુધીના સૌથી મોટા ટ્રાફિકમાં ફસાઈને રહેવું પડ્યું હતું કલાકો બાદ પણ ટ્રાફિક આવવું ના થતા વાહનચાલકોમાં પણ નારાજગી જોવા મળી હતી. ડીસા આરટીઓ ચાર રસ્તા પાસે વારંવાર સર્જાતા ટ્રાફિકના કારણે અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે.ત્યારે આરટીઓ ચાર રસ્તા પાસે સર્જાયેલા ટ્રાફિકના કારણે વાહન ચાલકો પરેશાન થતા ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કલાકો બાદ ટ્રાફિકને દૂર કરતાં વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો

Download Our B K News Today App



Related News