અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા સાહિત્ય સ્પર્ધાનું આયોજન કરાયું

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-19 16:18:21
  • Views : 115
  • Modified Date : 2022-12-19 16:20:26

અખિલ હિન્દ મહિલા પરિષદ, સુરત તરફથી યોજાયેલી ૨૦૨૨ની નવલિકા સ્પર્ધા, બાળવાર્તા સ્પર્ધા અને કવિતા સ્પર્ધામાં મનહર ઓઝાને બાળવાર્તામાં પ્રથમ ઈનામ પ્રાપ્ત થયું હતું. જેનો એવોર્ડ સમારંભ ૧૭ ડિસેમ્બર-૨૦૨૨ના રોજ સુરતમાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સમારોહના પ્રમુખ-વિજય શાસ્ત્રી, અતિથિ વિશેષ-ભાવના જોષીપુરા, મેનેજિંગ ટ્રસ્ટી-અનંતા પરીખ, પ્રમુખ-વર્ષા મહેતા, કન્વીનર-પ્રજ્ઞાવશી અને સ્પર્ધાના નિર્ણાયક કિરીટ દૂધાત તેમજ આમંત્રિત મહેમાનો અને સાહિત્યકારો, રવીન્દ્ર પારેખ, કિશોર પારેખની ઉપસ્થિતિમાં કાર્યક્રમ શરૂ થયો હતો. વિજેતા લેખકોને પણ ખૂબ સન્માનપૂર્વક મંચ ઉપર મહેમાનો સાથે બેસાડીને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યાં એટલું જ નહીં, લેખકોને પણ મંચ ઉપરથી તેમના પ્રતિભાવ આપવાની તક આપી.સમારંભ પૂરો થયાં પછી અખિલહિન્દ પરિષદની મહિલાઓએ બનાવેલી સ્વાદિષ્ટ રસોઈનો આનંદ માણ્યો.

અખિલ હિન્દ મહિલા પરિષદ મહિલાઓની સમસ્યાઓ માટે કામ કરતી સંસ્થા છે. આખા ભારતભરમાં તેની પાંચસોથી પણ વધારે શાખાઓ કાર્યરત છે. આ બધી શાખાઓમાં સુરતની સાંસ્થા ખાસ છે. કેમ કે, આ સંસ્થા સ્ત્રીઓ સાહિત્યમાં રસ લેતી અને લખતી થાય તે હેતુથી વાચકમંચ ચલાવે છે. જેના ઉપક્રમે સાહિત્યની સ્પર્ધાઓ યોજવામાં આવે છે.

Download Our B K News Today App



Related News