અમદાવાદમાં કોરોના વેકસીન આપવા માટે 40 હજાર હેલ્થ વર્કર્સની યાદી રાજ્ય સરકારમાં મોકલવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-04 14:38:25
  • Views : 301
  • Modified Date : 2020-12-04 14:38:25

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી છે કે આવતા અઠવાડિયામાં કોરોના વેકસીન આવી જશે ત્યારે કોરોના વેકસીન આપવા માટેની તૈયારીઓ કોર્પોરેશન દ્વારા અગાઉથી જ શરૂ કરી દેવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતાં તમામ ડોક્ટર્સ અને હેલ્થ વર્કરની યાદી તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ ડોઝમાં 8500 જેટલા ડોક્ટર અને હેલ્થ વર્કરનો સમાવેશ થાય છે. વેક્સિન માટે કો-વિન એપ બનાવાઈ છે. આગામી અઠવાડિયામા વેકસીન આવી જશે ત્યારે સૌથી પહેલા કોરોના સામે યુદ્ધ લડી રહેલા આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટ લાઇન વોરિયર્સને અગ્રતાના ધોરણે વેક્સિન આપવામાં આવશે. જે માટે યાદી તૈયાર કરવામાં આવી રહી છે. વેકસીન સરકાર દ્વારા જે ગાઈડલાઈન આવશે તે પ્રમાણે આપવામા આવશે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ વર્ક્સની યાદી તૈયાર કરી આપી દેવામાં આવી છે આગામી દિવસોમાં અન્ય લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવશે. હેલ્થ વર્ક્સ બાદ ફ્રન્ટ લાઇન વોરિયર્સ એવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સફાઈ કામદાર, AMTS અને BRTS બસના કર્મચારીઓ અને ત્રીજા સ્ટેજમાં 50 વર્ષના કો- ઓરબીટ વ્યક્તિઓ અને બાદમાં સામાન્ય માણસને આપવામાં આવશે.


Download Our B K News Today App



Related News