પલસાણા તાલુકાના અમલસાડી ગામમાં દીપડો કેમેરામાં કેદ થયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-22 15:31:33
  • Views : 66
  • Modified Date : 2023-11-22 15:31:33

સુરત જીલ્લાના પલસાણા તાલુકાના અમલસાડી ગામમાં દીપડો કેમેરામાં કેદ થયો છે. શિકાર કરી ગામની સીમમાં ફરતો દીપડો સીસીટીવી કેમેરાના ફૂટેજમાં નજરે પડ્યો છે.  નવા ફળિયામાં રહેતા અજીતભાઈ બાબુભાઈ હળપતિના ,વાડામાંથી દિપડો એક બકરીનો શિકાર કરી મહળીયા ખાડી તરફ લઈ ગયો હતોગામની ગૌચર જગ્યામાં વનવિભાગે  મારણ સાથે પાંજરુ મૂક્યું છે.આ સાથે નજીકમાં એક CCTV કેમેરો ગોઠવાયો હતો જેમાં રાત્રીના 7 વાગ્યે એક 4 થી 5 વર્ષ નો નર દિપડો આવ્યો હતો અને ગીચ ઝાડી તરફ બકરીના મૃતદેહને ખેચી ગયો હતો. ગામમાં મંદિરનું કામ ચાલતું હોવાથી અવાજના કારણે દિપડો મૃત બકરીને લઈ મીઢોંળા નદી તરફ પલાયન થઈ ગયો હતો આજે બીજુ પિંજરુ વનવિભાગ દ્રારા નવા ફળિયામાં પણ મુકવામાં આવશે.

Download Our B K News Today App



Related News