ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિર પાસે દેખાયો દીપડો, સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-09 14:35:37
  • Views : 72
  • Modified Date : 2024-03-09 14:35:37

રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી દીપડાએ ધામા પાડ્યા છે. ઉપલેટાના હરિયાસણ ગામે દીપડાએ દેખાડો દેતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિર પાસે દેખાયો દીપડો સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. શિકારની શોધમાં દીપડો આવી ચડતા લોકોમાં ચિંતા વધી છે.બીજી તરફ આજે અમરેલીના રાજુલાના કોવાયા ગામમાં સિંહણ લટાર મારતી જોવા મળી છે. શિકારની શોધમાં સિંહણ કોવાયા ગામમાં આવી ચડી હતી.ગામમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર નજીક રાત્રીના સમયે સિંહણની લટાર જોવા મળી હતી. મંદિર નજીક મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકોનો વસવાટ કરે છે. 

Download Our B K News Today App



Related News