સિદ્ધપુરના ખોલવાડા ગામે ખોદકામ કરતાં મોટા ગોગમહારાજની મૂર્તિ તેમજ ચાંદીની પાદુકા મળી આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-29 14:17:54
  • Views : 502
  • Modified Date : 2021-07-29 14:17:54

    સિદ્ધપુરના ખોલવાડા ગામની સીમમાં આવેલ સરસ્વતી નદી કિનારે ગોપાલજી રાજપૂત નદીમાં લીઝ ધરાવે છે લીઝમાં ચારથી પાંચ દિવસ અગાઉ અહીં જે.સી.બી દ્વારા રેતીનું ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક સિમેન્ટ ની થેલી મળી આવી હતી તે સિમેન્ટ ની થેલી ખોલીને જોતા તેમાંથી પંચધાતુ ના એક મોટા ગોગમહારાજ તેમજ એક નાનાગોગ મહારાજ, પંચધાતુ ની આરતી, એક ઘોડા પર સવાર વીર મહારાજની મૂર્તિ તેમજ ચાંદીની પાદુકા મળી આવી હતી જોકે પ્રાથમિક તપાસ માં તારણ લગાવાયું હતું કે કોઈ ઈસમ દ્વારા કોઈ મંદિરમાંથી ચોરી કર્યા બાદ તેને ચોરી નું ભાન થયું હોવાના કારણે તે ઈસમ દ્વારા તે મૂર્તિઓ તેમજ ચાંદીની પાદુકાને સરસ્વતી નદીમાં મૂકી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટના ગામમાં વાયુવેગે પ્રસરતા ગોગા મહારાજના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ સ્થાનકે ગામના રહીશો દ્વારા હાલમાં વરસાદ આવતો હોવાથી તે મૂર્તિઓને સ્થાન પર બિરાજમાન કરી થાળ આરતી કરવામાં આવી રહી છે.જે થી ખોલવાડા ગામના આગેવાન ગોપાલજી રાજપૂત અને સિદ્ધપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર સહિત હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી

 

    જોકે ગ્રામજનો દ્વારા આ મૂર્તિ કયા મંદિરની છે અને ક્યાંથી અહીંયા આવી તે માટે તપાસ કરવા સિદ્ધપુર પોલીસને જાણ કરવામાં આવી છે તેમજ ગ્રામજનો દ્વારા આ મૂર્તિ જે પણ મંદિરની છે તેના મૂળ સ્થાનકે પહોંચાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News