મોરબીમાંથી નશીલી સીરપનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-04 13:02:40
  • Views : 67
  • Modified Date : 2024-03-04 13:02:40

ફરી એકવાર ગુજરાતમાં નશીલી સિરપનો કારોબાર ઝડપાયો છે. મોરબીમાંથી નશીલી સીરપનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. LCB પોલીસે રેડ પાડીને નશીલી સીરપનો મોટો જથ્થો ઝડપી લીધો છે. કોફિન કફ નામની સીરપનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.મોરબી જિલ્લામાં રંગપર ગામ નજીક ગોડાઉનમાંથી સીરપનો જથ્થો મળી આવ્યો છે.આર ટાઇલ નામના ગોડાઉનમાંથી રેડ કરી પોલીસે 90 હજાર જેટલી નશીલી સીરપની બોટલ ઝડપી લીધો છે.અંદાજીત દોઢ કરોડની કિંમતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ ગુન્હામાં ત્રણ જેટલા લોકોની અટકાયત કરી છે.

Download Our B K News Today App



Related News