કડીમાં જમીનના વિવાદે બે ભાઈઓ વચ્ચે તકરાર સર્જાઈ,Ex આર્મી જવાને પોતાના મોટાભાઇ અને ભાભી પર કર્યો હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-12 16:34:23
  • Views : 83
  • Modified Date : 2024-03-12 16:34:23

મહેસાણાના કડીમાં જમીનના વિવાદે બે ભાઈઓ વચ્ચે તકરાર સર્જાઈ હતી. Ex આર્મી જવાને પોતાના મોટાભાઇ અને ભાભી પર હુમલો કરતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંને ગંભીર રીતે ઘવાયેલા પતિ-પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે કડી પોલીસે આરોપી હુમલાખોર નિવૃત્ત જવાન વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરુ કરી છે. એક્સ આર્મીમેન પોતાના જ ભાઈ અને ભાભી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા બંનેને ઈજાઓ પહોંચી છે. નાના ભાઈ કનૈયાલાલ પટેલે જમીનમાં ભાગ નથી આપતા કહીને હુમલો કર્યો હતો. જમીનના વિવાદમાં હિંસક હુમલો તીક્ષ્ણ હથીયાર વડે કરતા ઘાયલ દંપતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.

Download Our B K News Today App



Related News