ડીસા ખાતે કાર્યરત રોટરી ક્લબ ડીસા અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સયુંકત ઉપક્રમે 18 વર્ષના લોકો માટે કોરોના વેકશીન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-29 13:18:45
  • Views : 297
  • Modified Date : 2021-08-29 13:18:45

     ડીસા ખાતે કાર્યરત રોટરી ક્લબ ડીસા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસી કેમ્પ યોજાયો હતો. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે હાલમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં લોકોને વધુમાં વધુ રસીકરણ મળી રહે તે માટે કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત ડીસા ખાતે પણ રોટરી ક્લબ ડીસા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા ડીસાના રોટરી હોલ ખાતે 18 વર્ષના લોકો માટે કોરોના રસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં ડીસા શહેરમાંથી મોટી સંખ્યામાં લોકોએ રસીકરણ કરાવ્યું હતું.તેમ છતાં પણ હજુ લોકો કોરોના સામેની લડાઈમાં જીત મેળવે તે માટે સો ટકા ડીસા તાલુકામાં રસીકરણ થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી ડીસા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવી છે ડીસા તાલુકાના મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં હાલમાં 100% રસીકરણ પૂર્ણ થઇ ગયું છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે આરોગ્ય વિભાગની મહેનત અને લોકો ના સાથ અને સહકારથી હાલ ડીસા તાલુકાના મોટાભાગના ગામોમાં કોરોના રસીકરણ અભિયાન પૂર્ણ થઇ ગયું છે ત્યારે બાકી રહેલા લોકો પણ રસીકરણ અભિયાનમાં જોડાઈ રસી ના બે ડોઝ લે તે માટે હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News