કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મલુપુર ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-31 10:58:11
  • Views : 167
  • Modified Date : 2022-03-31 10:58:11

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદના સંયુક્ત ઉપક્રમે પાંચ પ્રકલ્પ અન્વયે થરાદ તાલુકાના મલુપુર ગામમાં જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ મલુપુર ગામની પ્રાથમિક શાળા ખાતે બાળકોને આઝાદી કા અમૃત મહોત્સવના પાંચ પ્રકલ્પ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં પ્રાથમિક શાળાના આચાર્ય શિવાભાઈ ખટાણા દ્વારા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરીને વડાપ્રધાન દ્વારા જાહેર કરેલ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની શાળાના બાળકોને ઝલક આપી હતી. ડૉ. સી. કે. દેસાઇ દ્વારા કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા રજૂ કરીને કોરોના સંક્રમણ અટકાવવા અને રસીકરણ તેમજ પર્યાવરણ...સ્વચ્છતા, જળ સંરક્ષણ તેમજ જળ સંચય પ્રકલ્પ પર વિસ્તારથી માહિતી આપીને તેને સિધ્ધ કરવા માટે થતા પગલાઓ વિશે જણાવ્યુ હતું. ડૉ. બી. એમ. નાદ્રે દ્વારા નશાબંધી અને કુરિવાજો નિવારણ પ્રકલ્પ પર વિસ્તારથી માહિતી આપીને દરેક ગામ કુરિવાજ અને નશાથી મુક્ત બને તેવા પ્રયત્ન કરવા જણાવ્યૂ હતું. એમ. પી. ચૌધરી દ્વારા ગૌ આધારીત પ્રાકૃતિક ખેતી પ્રકલ્પ પર વિસ્તારથી માહિતી આપીને રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે જણાવ્યૂ હતું. બી.જી. ચૌધરી દ્વારા ફીટ ઇન્ડીયા પ્રકલ્પ પર વિસ્તારથી માહિતી આપીને તંદુરસ્ત રહેવા માટે યોગ, પ્રાણાયમ, રમત-ગમત અને વિવિધ કસરતો વિશે સંક્ષિપ્તમાં માહિતી આપી હતી. ત્યારબાદ વક્તૃત્વ સ્પર્ધા અંતર્ગત કૃષિ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દેસાઇ ધાર્મિક, પટેલ ઉમંગ, રાવલ દેવેન્દ્ર, દેસાઇ વિશાલ અને ચૌધરી ભરત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના વિવિધ પાંચ પ્રકલ્પ પર વક્તવ્ય આપવામાં આવ્યા હતા.

ત્યારબાદ મલુપુર ગામમાં સૂત્રોચ્ચાર અને બેનર સાથે જન જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. જેમાં કૃષિ મહાવિદ્યાલય, થરાદના વિદ્યાર્થીઓએ પાંચ પ્રકલ્પને અનુરૂપ વિવિધ સુત્રોચ્ચાર સાથે ગામલોકોમાં જાગૃતિ આવે તે માટે ઉત્સાહભેર ભાગ લીધો હતો..

Download Our B K News Today App



Related News