ગુજરાત ATS, NCB અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી ડ્રગ્સનો મોટો દરિયામાંથી જથ્થો પકડી પાડયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-13 12:58:18
  • Views : 73
  • Modified Date : 2024-03-13 12:58:18

 ગુજરાતના દરિયાઇ માર્ગે ડ્રગ્સની હેરાફેરીનો વધુ એક વખત પર્દાફાશ થયો છે. ગુજરાત ATS, NCB અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડયો છે. દરિયા માંથી પાકિસ્તાની બોટમાં ડ્રગ્સનાં જથ્થા સાથે છ જેટલા પાકિસ્તાની ખલાસીઓની ધરપકડ કરી છે. પાકિસ્તાન ડ્રગ્સ માફિયાઓ કોડવર્ડ નો ઉપયોગ કરી ડ્રગ્સ ન હેરાફેરી કરતા હતા.ગુજરાત નો 1600 કિલો મીટર લાંબો દરિયા કિનારો ડ્રગ્સ હેરાફેરીનું કેન્દ્ર બન્યું છે. પાકિસ્તાન થી દરિયાઈ માર્ગે પોરબંદર 180 નોટિકલ માઇલ દૂરથી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATS, NCB અને કોસ્ટ ગાર્ડ દ્વારા સયુંકત ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાની બોટમાંથી 420 કરોડનું મેથામ્ફેટામાઈન ડ્રગ્સ કબજે કર્યું છે. ડ્રગ્સના જથ્થા સાથે 6 પાકિસ્તાની ખલાસીઓની ધરપકડ કરવામાં આવી છે.બોટમાં રહેલા બહર અલી, અંદાઝલાલા, લાલા અકબર, ઝુબેર અહેમદ શેરમોહંમદ, મોહમંદ અયાઝ અને મોહસીન હુસૈન નામના 6 ખલાસીઓને પકડી પાડવામાં આવ્યા છે. જે તમામ ખલાસીઓ બલુચીસ્તાનના રહેવાસી છે. આ ખલાસીઓ માછીમારીની આડમાં પાકિસ્તાનથી ડ્રગ્સની હેરાફેરી કરતા હતાં. પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી મુસ્તાકે આ ડ્રગ્સનો જથ્થો બોટ માં 6 પેડલરો સાથે ડિલિવરી માટે મોકલ્યો હતો. જોકે પોરબંદર દરિયા પર બોટ આવે તે પહેલાં જ ડ્રગ્સનાં જથ્યાં સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.ડ્રગ્સ ની સપ્લાય માટે ખાસ કોડવર્ડ નક્કી કરવામાં આવ્યો હતો. જે ડ્રગ્સ બોટમાં આપવા આવનાર “મુસ્તાક” કોડવર્ડ હતો અને ડ્રગ્સ લેનાર માટે “અબ્બાસ” કોડ વર્ડ હતો. આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં આવ્યા બાદ તેને રોડ મારફતે દિલ્હી કે પંજાબ ડિલિવરી કરવાનો હતો.આ ઉપરાંત પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી મુસ્તાકનું નામ ડ્રગ્સ કેસમાં સામે આવ્યું છે. આ ડ્રગ્સનું પ્રોડક્શન અફઘાનિસ્તાન માં થતું હતું અને ત્યાંથી પાકિસ્તાન દરિયાઈ માર્ગે થઈ ને ગુજરાતના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરી હેરાફેરી કરવામાં આવતો હતો. પકડાયેલ પાકિસ્તાનીઓને એક ટીપ માટે પૈસા મળતા હતા. આ રીતે દરેક ટીપનાં પૈસા મળતાં હતાં. આ ખલાસીઓ એ ગુજરાત ATS એ અત્યાર સુધીમાં કેટલી વખત ડ્રગ્સ ની ડિલિવરી કરવામાં આવી છે તે મુદ્દે આરોપીના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.ગુજરાત ATS ને ડ્રગ્સ નું નેટવર્ક તોડી પાડવા વધુ એક વખત સફળતા મળી છે. અગાઉ પાકિસ્તાની ડ્રગ્સ માફિયા ઈશા હુસેન રાવ અને તેના પરિવાર નું ડ્રગ્સ હેરાફેરી નેટવર્ક પકડ્યું હતું ત્યાર બાદ ફરી એક વખત પાકિસ્તાની ડ્રગ્સ માફિયા ડ્રગ્સ નેટવર્ક પર્દાફાશ કર્યો છે જેમાં ગુજરાત ATS ના પીઆઈ જે.એમ.પટેલની બાતમીએ ડ્રગ્સ નું નેટવર્ક પકડાયું છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા જ પીઆઈ પટેલ કાર અકસ્માતમાં ઘાયલ થયા હતા, ઈજાગ્રસ્ત હાલતમાં પણ તેમણે ડ્રગ્સનું ઓપરેશન પાર પાડીને એક બિરદાવવા લાયક કામગીરી કરી છે.

Download Our B K News Today App



Related News