ભરૂચમાં ઝનોર નજીક જવેલર્સને લૂંટી લેવાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-23 16:42:57
  • Views : 109
  • Modified Date : 2023-06-23 16:42:57

ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઝનોર વિસ્તારમાં જવેલર્સને આંતરી 1 કરોડની લૂંટ ચલાવાઈ હોવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતા ભરૂચ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સૂત્રો અનુસાર સોનાના દાગીનાનો વેપારી ઝણોરમાં દાગીનાની ડિલિવરી આપવા જઈ રહ્યો હતો ત્યારે બે કારમાં આવેલા લૂંટારૃઓએ ઝનોર નજીક તેની કારણે આંતરી ઉભી રખાવી હતી. આ બે કારમાં સવાર 4 થી 5 લોકો પિસ્ટલ જેવા હથિયાર સાથે ઉતર્યા હતા જેણે સોનાના દાગીનાના વેપારીને હથિયાર બતાવી તેની પાસેના 2 કિલો સોનાના દાગીના અને અંદાજિત 5લાખ રૂપિયા લૂંટી લઈ ફરાર થઇ ગયા હતા.


Download Our B K News Today App



Related News