બનાસકાંઠા જિલ્લાના ધાનેરા થરાદ હાઈ-વે પર જીપ પલટી ખાતા અકસ્માત સર્જાયો : એકનું મોત પાંચ લોકો ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-07 11:23:33
  • Views : 347
  • Modified Date : 2022-06-07 11:23:33

 

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે પર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે રોજે રોજ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં અકસ્માતો સામે આવી રહ્યા છે મોટાભાગના વારંવાર સર્જાતા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતનો લઈને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા થરાદ હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં ખેડા ગામનો પરિવાર લગ્ન પ્રસંગ પતાવી પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે ધાનેરા થરાદ હાઇવે પર જીપ પલટી ખાઇ જવા પામી હતી જીપ પલટી ખાતા ની સાથે જ જીપમાં સવાર છ લોકોને ઈજાઓ પહોંચી હતી. જ્યાં જીપમાં સવાર ૧૫ વર્ષીય કિશોરીનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પાંચ લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત સર્જાતા ની સાથે જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે સ્થાનિક લોકોએ ભારે જહેમત ઊઠાવી હતી અકસ્માતના પગલે ધાનેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતમાં મૃત્યુ પામેલી ૧૫ વર્ષીય કિશોરીને પીએમ અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી

Download Our B K News Today App



Related News