રાજસ્થાનથી ડીસા તરફ આવતું પશુઓ ભરેલ જીપડાલુ ઝડપી પાડ્યું:રાજપુર પાંજરાપોળમાં જીવોનો ઉતરવામાં આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-22 12:12:46
  • Views : 304
  • Modified Date : 2022-01-22 12:12:46

રાજસ્થાનથી ડીસા તરફ આવતું પશુઓ ભરેલ જીપડાલુ ઝડપી પાડ્યું:રાજપુર પાંજરાપોળમાં જીવોનો ઉતરવામાં આવ્યા

 

જીવદયા પ્રેમીઓએ પશુઓને કતલખાને જતા બચાવી પોલીસ હવાલે કરાયા.

 

રાજસ્થાનથી ભરેલ ડીસા તરફ એક પિકઅપ ડાલા માં 11  જેટલા ભેશવંશ  ગેરકાયદેસર કતલખાને લઈ જવાની બાતમી જીવદયા પ્રેમીઓને થતાં જીવદયા પ્રેમીઓ દ્વારા કંસારી ટોલનાકા પાસેથી  જીપડાલા સહિત એક શખ્સની ઝડપી પોલીસ હવાલે કરાયો હતો...

 

બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે જેથી રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પશુઓની કતલખાને મોકલવાની મોટા પ્રમાણમાં હેરાફેરી કરવામાં આવે છે તો બીજી તરફ જીવદયા પ્રેમીઓ દ્વારા ગૌહત્યા અટકાવવા માટે અલગ અલગ ટીમો બનાવી પશુઓને કતલખાને જતા અટકાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વધુ એક પશુ ભરેલું જીપડાલુ કતલખાને જતુ અટકાવી પશુઓનું જીવ બચાવી જીપ ડાલા ચાલકને પોલીસ હવાલે કર્યો હતો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજસ્થાન તરફથી ડીસા તરફ એક પીકપ ડાલુ જેમાં ગેરકાયદેસર રીતે 11  ભેંસવંશને કતલખાને લઈ જવાની બાતમી જીવદયા પ્રેમીઓને મળતા હિમાલયભાઈ માલોશાનીયા,મનીષભાઈ ભાટ,જયેન્દ્રસિહ,રાજકુમાર દરજી,અંકુરભાઇ પટેલ,જીગરભાઈ કાનાણી તેમજ મગશીભાઈ રબારી અને મયુરભાઈ ચોકસી જીવદયા પ્રેમીઓ દ્વારા ડીસાના કંસારી નજીક આવેલ ટોલ પ્લાઝા પાસે પશુ ભરેલું પીકપ ડાલુ આવી રહ્યું છે જેથી જીવદયા પ્રેમીઓએ કંસારી ટોલનાકા પાસે આવતા જીપડાલાને ઝડપી પાડયું હતું તેમજ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી  પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી જીવદયા પ્રેમીઓ દ્વારા જીપડાલાના ચાલકને પશુઓ કઈ જગ્યાએ લઈ જવાનું પૂછતા ગાડીના ચાલકે પશુઓને ડીસા ખાતે લઈ જવાનું જણાવ્યું આવ્યું હતું જે બાદ જીવદયા પ્રેમીઓએ ભરેલા 11  પાડા જીપડાલા સહિત ગાડી ચાલકને પોલીસ હવાલે કર્યો હતો જે બાદ ગાડી માં ભરેલ 11 પાડા  રાજપુર પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા તેમજ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

Download Our B K News Today App



Related News