સુરતમાં દાદા ભગવાન મંદિર પાસે પુલ પર પડ્યું મસમોટું ગાબડું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-09-23 18:40:07
  • Views : 192
  • Modified Date : 2024-09-23 18:40:07

સુરતમાં ચોમાસું અંત તરફ હોવા છતાં ભૂવા પડી રહ્યા છે. ત્યારે કામરેજ વિસ્તારમાં દાદા ભગવાનથી નનસાડ રોડ રાધિકા સોસાયટીની બાજુમાં પુલ પર ગઈ રાત્રે ગાબડું પડ્યું હતું. જેમાં એક ટ્રક ફસાઈ ગઈ હતી. જે મહા મુસીબતે નીકળી હતી. જો કે, ટ્રક જેવા અન્ય વાહન ન ફસાય તે માટે સાઈન બોર્ડ મૂકવાની જગ્યાએ ગાબડા પર થાંભલો મૂકી દેવાયો હતો. પુલ પર જ્યાં ગાબડું પડ્યું છે તે રસ્તા પર ત્રણ મોટી સ્કુલો પણ આવેલી છે.  યુનિટી પબ્લિક સ્કૂલ,  મેરી પોપિન્સ, સીબીએસ પબ્લિક સ્કૂલ છે. ત્યારે કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથીરિયા અને તેમની ટીમ ગતરાત્રે જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિક નિયમન કરવામાં લાગી ગયાં હતાં.સ્થાનિકોએ કહ્યું કે, આખાં કામરેજ વિસ્તારના આ હાલ છે. જ્યાં જુઓ ત્યાં ખાડાનું સામ્રાજ્ય છે. જ્યાં જુવો ત્યાં રખડતા ઢોરોનું સામ્રાજ્ય છે. અહીં કાયદો વ્યવસ્થા, નીતિ નિયમ જેવું કંઈ જ લાગતું નથી. ગ્રામ પંચાયતના ભાજપી સભ્યો પણ મનફાવે તેમ કારભાર ચલાવે છે. શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાને આ વિસ્તારમાંથી લોકોએ ચૂંટી ને મોકલ્યા પણ એ પણ ભૂલી ગયાં છે.

Download Our B K News Today App



Related News