અંકલેશ્વર નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, પૂંઠા, પ્લાસ્ટિક અને ખાલી ડ્રમ સહિતનો સમાન બળીને ખાખ થઈ ગ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-27 11:30:00
  • Views : 274
  • Modified Date : 2020-11-27 11:30:00

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નં-48 પાસે ભંગારના ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. જેને પગલે ફાયર બ્રિગેડની 5 ગાડીઓ સ્થળ ઉપર પહોંચી ગઇ છે અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી. પૂંઠા, પ્લાસ્ટિક અને ખાલી ડ્રમ સહિતનો ભંગારનો સમાન બળીને ખાખ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નં-48 પાસે તાપી હોટલની બાજુમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. જેને પગલે ગોડાઉનમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ કરવામાં આવતા અંકલેશ્વર ડી.પી.એમ.સી., નોટિફાઈડ અને પનોલી સહિતના 5થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં પૂંઠા, પ્લાસ્ટિક અને ખાલી ડ્રમ સહિતનો ભંગારનો સમાન બળીને ખાખ થઇ ગયો હતો.

Download Our B K News Today App



Related News