દિલ્લી : ગુરુગ્રામની હોસ્પિટલમાં ઓક્સિજન પુરો થઈ જતાં ડૉક્ટર ભાગી ગયાં, ICUમાં દાખલ 6 દર્દીનાં મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-06 16:21:10
  • Views : 258
  • Modified Date : 2021-05-06 16:21:10

     દિલ્હીના ગુરુગ્રામની એક હોસ્પિટલમાં ડૉક્ટરોની મોટી બેદરકારી સામે આવી છે. સેક્ટર 56 વિસ્તારમાં આવેલી કીર્તિ હોસ્પિટલમાં ઓક્સિજન પુરો થઈ જતાં ડૉક્ટર અને અન્ય સ્ટાફના લોકો દર્દીને ભગવાનના ભરોસે મૂકીને ભાગી ગયાં હતાં. જેને લીધે ICUમાં દાખલ 6 કોરોનાના દર્દીના મોત થયાં હતાં. હોસ્પિટલમાં લગભગ 20 દર્દીને દાખલ હતાં. આ પછી દર્દીના પરિજનોએ ડૉક્ટર પર આરોપ લગાવતાં કહ્યું કે, 'ઓક્સિજન પુરો થઈ જતાં ડૉક્ટરો અને સ્ટાફ ભાગી ગયાં હતાં.' આ ઉપરાંત દર્દીના પરિજનોએ એમ પણ કહ્યું કે, 'ડૉક્ટરો અને સ્ટાફના લોકો પોલીસની સામેથી જ ભાગી ગયાં હતાં. ગુસ્સે થયેલાં દર્દીના પરિજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. મહત્ત્વનું છે કે, આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર એક વ્યક્તિએ બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

Download Our B K News Today App



Related News