ધાનેરા પાસે હિટ એન્ડ રનની ઘટના આવી સામે : બે બાઈક સામસામે ટકરાતા સર્જાયો અકસ્માત, બાઇક સવારનું ઘટનાસ્થળે મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-07 12:27:06
  • Views : 455
  • Modified Date : 2021-02-07 12:27:06

 બનાસકાંઠાના ધાનેરા પાસે ગત મોડીરાત્રે હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે જેમાં બે બાઇક સામસામે ટકરાતા એક બાઈક ચાલક યુવક પાછળ આવી રહેલી ટ્રક નીચે કચડાઇ જતાં તેનું ઘટનાસ્થળે કરુણ મોત થયું છે અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર થઈ જતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
    બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો રોજેરોજ સામે આવી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલમાં બનાસકાંઠા જિલ્લામાં દિવસે દિવસે જે પ્રમાણે અકસ્માતો વધી રહ્યા છે તેમાં મોટા પ્રમાણે બાઈક સવારો ના અકસ્માતો જોવા મળી રહ્યા છે રોજેરોજ સર્જાતા નાના-મોટા અકસ્માતો માં અત્યાર સુધી અનેક લોકો ઘાયલ થયા છે તો અનેક લોકો મોતને પણ ભેટે છે પોલીસ દ્વારા વારંવાર સુરક્ષિત વાહન ચલાવવા માટે ઝૂંબેશ કરવામાં આવતી હોવા છતાં પણ બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અકસ્માતમાં અત્યાર સુધી અનેક માતા-પિતા પોતાનાં સંતાનો ગુમાવવાનો વારો આવ્યા છે.  ધાનેરા પાસે આવેલ ફતેપુરા અને સોતવાડા માર્ગ પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં પુરપાટ ઝડપે આવી રહેલ આ બે બાઇક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક બાઈક ચાલક યુવક રોડ પર પટકાયો હતો જે ઇજાગ્રસ્ત  યુવક પાછળ આવી રહેલી આઈસર ટ્રક નીચે કચડાઇ જતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું.  જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માત બાદ ટ્રકચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો . બનાવને પગલે આજુબાજુના લોકો , ધાનેરા પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ વાન ની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી જ્યારે બંને ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં આશાસ્પદ યુવક અને યુજીવીસીએલ ના કર્મચારી દિપક પંચાલ ના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.

    ધાનેરા પાસે સર્જાયેલ અકસ્માતમાં બાઈક સવાર દિપક પંચાલ નું મોત નિપજ્યું હતું.આ અકસ્માત સર્જાતા ની સાથે જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ધોરણે ધાનેરા પોલીસને જાણ કરતાં ધાનેરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે મોકલી અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો.

Download Our B K News Today App



Related News