વાવ સુઈગામ હાઈવે પર આવેલ ભાટવર નજીક હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી જેમાં અજાણ્યા વાહનચાલકે રાહદારીને ટક્કર મારતા રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-27 12:07:40
  • Views : 306
  • Modified Date : 2022-04-27 12:07:40

વાવ સુઈગામ હાઈવે પર આવેલ ભાટવર નજીક હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી જેમાં અજાણ્યા વાહનચાલકે રાહદારીને ટક્કર મારતા રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

 

 

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા અકસ્માતોના બનાવ વચ્ચે લોકોમાં ભય જોવા મળી રહ્યોછે હાઈ-વે વિસ્તારમાં મોટા હેવી વાહનોના ગફલત પર ડ્રાઇવિંગ ના કારણે બનાસકાંઠા જિલ્લામાં વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતો માટે અત્યાર સુધી અનેક માસુમ લોકોની જિંદગી પણ ગઈ છે ખાસ કરીને મોટા હેવી વાહનો દ્વારા કરવામાં આવતા અકસ્માતમાં મોટાભાગે બાઇક સવાર રોજ અકસ્માતનો ભોગ બને છે અને કરુણ રીતે મોતને ભેટે છે ત્યારે આજે બનાસકાંઠાના વાવ સુઇગામ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી વાવ સુઈગામ હાઇવે પર આવેલ ભાટવર નજીક રોડ પરથી પસાર થઈ રહેલા રાહદારીને કારના ટાયર નીચે કચડી દેતા રાહદારીનું ઘટના સ્થળે મોત થયું હતું.. આકસ્માત ને લઈને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તેમજ આ ઘટનાની જાણ કરતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અકસ્માત સર્જનાર વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે હાલમાં વારંવાર સર્જાતા અકસ્માતના પગલે સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે મોટા હેવી વાહનો જે પુરપાટ ઝડપે હાઈવે પર જતા હોય છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં વારંવાર સર્જાતા અકસ્માતનો અટકી શકે તેમ છે

 

Download Our B K News Today App



Related News