એવરેસ્ટ કોમ્પલેક્ષમાં ચાલતા હાઈ પ્રોફાઈલ જુગારના અડ્ડાનો થયો પર્દાફાશ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-29 15:14:10
  • Views : 86
  • Modified Date : 2023-11-29 15:14:10

રાજકોટમાં ફરી હાઈ પ્રોફાઈલ જુગારનો અડ્ડો ઝડપાયો છે. શાસ્ત્રી મેદાન પાસેથી હાઈ પ્રોફાઈલ જુગારના અડ્ડાનો પર્દાફાશ થયો છે.પોલીસે બાતમીને આધારે શાસ્ત્રી મેદાન પાસે આવેલા એવરેસ્ટ કોમ્પલેક્ષના નવમાં માળે આવેલી ઓફિસમાં રેડ કરી હતી. તપાસ દરમિયાન જુગારના અડ્ડામાંથી 25 જુગારી ઝડપાયા હતા.પોલીસે 25 જુગારીઓને ઝડપી 2 લાખ 85 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મોહસીન પઠાણ નામનો શખ્સ ઓફિસ ભાડે રાખીને હાઈ પ્રોફાઈલ જુગારનો અડ્ડો ચલાવતો હતો.એટલું જ નહીં બહાર ગામની જુગાઈઓને બોલાવી જુગાર રમાડતો હતો.તો પોલીસ તપાસમાં ઓફિસની બહાર પડેલી કચરા પેટીમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી છે.જેથી પોલીસને જુગાર સાથે દારૂની મહેફિલ ચાલતી હોવાની પણ શંકા છે.હાલ પોલીસે જુગારીઓને ઝડપી આગળની પૂછપરછ શરૂ કરી છે.છેલ્લા કેટલાક સમયથી જુગારનો અડ્ડો ચાલતો હતો અને દારૂની મહેફિલ ચાલતી હતી કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News