કુંભમાં ગયેલી એકપણ વ્યક્તિને ગામમાં સીધો પ્રવેશ નહીં, ફરજિયાત RTPCR ટેસ્ટ થશે અને આઇસોલેટ રહેવું પડશેઃ મુખ્યમંત્રી રૂપાણી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-17 14:30:46
  • Views : 253
  • Modified Date : 2021-04-17 14:30:46

    કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી, જામનગર ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ છે. સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે કુંભમાં ગયેલી એકપણ વ્યક્તિને તેમના ગામમાં સીધો પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમના આરટીપીસીઆર ટેસ્ટ કરાશે અને તેમને ફરજિયાતપણે આઇસોલેટ થવું પડશે. તેમના માટે ગામમાં નાકાબંધી લગાવવા પ્રાંતમાં કલેક્ટરોને સૂચના આપી દેવામાં આવી છે.

    મુખ્યમંત્રી વિજય રુપાણીએ જામનગરની નિરીક્ષણ મુલાકાત દરમિયાન જણાવ્યું છેકે, કુંભ મેળામાં ગયેલા શ્રદ્ધાળુઓ ગુજરાત પરત ફરશે ત્યારે દરેક જિલ્લામાં કલેક્ટરને સૂચના આપવામાં આવી છેકે, એ તમામ લોકોને આઇસોલેટ કરવામાં આવે, એ તમામના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે અને તેમાંથી જે કોઇપણ સંક્રમિત હોય તેને તાત્કાલિક સારવાર આપવામાં આવે. કુંભમાં ગયેલી કોઇપણ વ્યક્તિને સીધેસીધા પોતાના ગામમાં પ્રવેશ નહીં મળે, તેમના માટે ગામમાં નાકાબંધીની સૂચના પ્રાંતમાં કલેકટરને આપવામમાં આવી છે. કુંભમાં ગયેલા લોકો કોરોના સ્પ્રેડર ન બને એ માટે આપણે અલગ વ્યવસ્થા ઉભી કરી છે.

    જેમાં મુખ્યમંત્રીએ જામનગર શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ હોસ્પિટલો, બેડની સંખ્યા, ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર, રેમડેસિવિર ઈન્જેકશન ,સારવારની સુવિધા, આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી.

    આ બેઠકમાં મંત્રી આર.સી.ફળદુ, મેયર બીનાબેન કોઠારી, સાંસદ પૂનમ માડમ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ભાજપના જિલ્લા પ્રમુખ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ, ખાસ ફરજ પરના અધિકારી, જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર,જિલ્લા વિકાસ અધિકારી , રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા- વિચારણા કરી હતી.​​​​​​​તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેબિનેટ મંત્રી આરસી ફળદુ અને રાજ્યમંત્રી હકુભા, સાંસદ પૂનમબેન માડમ તેમજ આરોગ્ય સચિવ જયંતિ રવિની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.


Download Our B K News Today App



Related News