ડીસા તાલુકાના ઢુંવા ગામે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરાયું વિવિધ રોગોની નિશુલ્ક તપાસ કરાઇ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-30 12:41:11
  • Views : 215
  • Modified Date : 2021-11-30 12:41:11

 

કોરોના વાઇરસ બાદ ગુજરાતમાં આરોગ્યની સુવિધામાં ઘણો એવો સુધારો જોવા મળી રહ્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યને લઈ ગંભીરતા દર્શાવવામાં આવી રહી છે અને કોઈ પણ બીમારી સામે લડવા માટે લોકોમાં જાગૃતિ લાવવા ઉપરાંત આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.. ત્યારે આજે ડીસા તાલુકાના ઢુંવા ગામે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.. અને મોટી સંખ્યામાં લોકોએ પણ સારવાર કેમ્પનો લાભ લીધો હતો.. આરોગ્ય કેમ્પમાં લોકોને કોરોના વિરોધી રસી આપવા ઉપરાંત ડાયાબિટીસ અને બ્લડ પ્રેસરની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત આરોગ્ય કેમ્પનો લાભ લેવા આવનારા તમામ લાભાર્થીઓને કોરોના અંગે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઇન અંગે પણ સમજણ આપવામાં આવી હતી.. કેમ્પનું આયોજન ડીસા તાલુકા અધિકારી ડો.જીગ્નેશ હરીયાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા આજે યોજાયેલ આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં સગર્ભા મહિલાઓને મગ અને ગોળનું વિતરણ કરવામાં આવ્યું હતું.અને સગર્ભા બહેનોને ગાયનેક ડોક્ટર ગણેશ સિઘલ દ્વારા સારવાર આપવામાં આવી હતી.કોરોના મહામારીની બીજી લહેરે ભારતભરમાં આતંક મચાવ્યો હતો.. જેને પગલે આરોગ્ય વિભાગ અને સરકાર દ્વારા આરોગ્યની લઈ વિશેષ ગંભીરતા દર્શાવવામાં આવી રહી છે. કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.જીગ્નેશ હરિયાણી,ડો.ડી.આઈ મકવાણા, રમીલાબેન ઠાકોર, વર્ષાબેન ગોગલાસણી, મહેશભાઈ શ્રીમાળી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Download Our B K News Today App



Related News