ડીસાની મોર્ડન ગર્લ્સ સ્કૂલમાં આજે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોનું આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-18 12:58:03
  • Views : 217
  • Modified Date : 2021-12-18 12:58:03

ડીસાની મોર્ડન ગર્લ્સ સ્કૂલમાં આજે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોનું આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.

 

ડીસામાં આવેલ મોર્ડન ગર્લ્સ સ્કૂલમાં આજે ડીસા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ડીસા ખાતે કાર્યરત આરોગ્ય વિભાગ દ્વારા લોકોને વધુમાં વધુ આરોગ્યની સેવાઓ મળી રહે તેમજ સરકારી યોજનાનો લાભ દર્દીઓને મળી રહે તે માટે અલગ અલગ ગામોમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે.અવાર નવાર આરોગ્ય કેમ્પ થકી આજે મોટા ભાગના દર્દીઓને ખાનગી હોસ્પિટલના મોટા ખર્ચોમાંથી બહાર લાવ્યા છે.ત્યારે હાલમાં ડીસા ખાતે કાર્યરત આરોગ્ય વિભાગ દ્વારા ડીસા તાલુકાની શાળાઓમાં આરોગ્ય કેમ્પ થકી વિદ્યાર્થીઓને આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે અર્બન હેલ્થ સેન્ટર 2ના મેડિકલ ઓફિસર કેપી દેલવડિયા સાહેબ અને ડીસા તાલુકા બોલક હેલ્થ ઓફિસર જીગ્નેશભાઈ હરિયાણી ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું હતું..જેમાં મોર્ડન ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરવા આવનાર વિદ્યાર્થિની ની તમામ આરોગ્ય ની તપાસ કરી અને યોગ્ય સારવાર આપવાની આયોજન કર્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ મોર્ડન ગર્લ્સ સ્કૂલમાં અંદાજિત ૧૫૦ વિદ્યાર્થીઓનો આરોગ્ય ટેસ્ટ કરી સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કેમ્પમાં અર્બન હેલ્થ સેન્ટર ના સુપરવાઇઝર હરિ સિંહ ચૌહાણ સંજયભાઈ પટેલ લેબ.ટેકનિશિયન મંજુલાબેન ચૌધરી કલ્પેશભાઈ નર્સિંગ સ્ટુડન્ટ હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News