ડીસા ઉત્તર પોલીસ મથકે નાગ પંચમી નિમિતે પોલીસ જવાનો દ્વારા હવન યોજાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-17 12:35:25
  • Views : 283
  • Modified Date : 2022-08-17 12:35:25

 

ડીસા ઉત્તર પોલીસ મથકે આજે નાગ પંચમી નિમિતે પોલીસ જવાનો દ્વારા હવન યોજાયો હતો.હિન્દૂ ધર્મમાં ભક્તિ શક્તિનું એક અનેરું મહત્વ રહેલું છે.ત્યારે આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાચમ હિન્દુ ધર્મમાં રક્ષકદેવ તરીકે પૂજાતા નાગદાદાનો આજે પ્રાગટ્ય દિવસ કહેવાય છે ગામે ગામ શહેરો શહેરોમાં ગોગા મહારાજના મંદિરો આવેલા હોય છે આજે નાગ પંચમ નિમિત્તે નાગદાદાને વિશિષ્ટ પૂજા અર્ચના કરવામાં આવે છે નાગ દાદા ને પ્રસાદ ભોગ તરીકે ઠંડુ દૂધ અને બાજરીના લોટ તેમજ ગોળની બનેલી કુલર ના લાડુ ધરાવે છે ખાસ કરીને માલધારી સમાજના આરાધ્યદેવ તરીકે નાગદેવતા ની પૂજા કરે છે જેથી આજના દિવસે ઠેર ઠેર સ્થાપિત ગોગા મહારાજના મંદિરોએ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન અને પૂજાનો લાભ લે છે.જે અંતર્ગત આજે ડીસા ઉત્તર પોલીસ મથકે પણ નાગ પાંચમી ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બ્રાહ્મણો દ્વારા નાગદેવતાનો હવન યોજાયો હતો આ હવનમાં ડીસા ઉત્તર પોલીસ અને દક્ષિણ પોલીસના ના તમામ જવાનો આ હવનમાં જોડાયા હતા અને હવનમાં બેસી તમામ પોલીસ જવાનોએ હવનમાં આહુંતી આપી મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી

Download Our B K News Today App



Related News