બનાસકાંઠા માં અંબાજી ના ત્રિશુળીયા ઘાટ પાસે એક લટકતી લાશ મળી આવી હોવાની ઘટના સામે આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-12 11:07:55
  • Views : 400
  • Modified Date : 2022-05-12 11:07:55

 

બનાસકાંઠા માં અંબાજી ના ત્રિશુળીયા ઘાટ પાસે એક લટકતી લાશ મળી આવી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે દાંતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે

 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે એક તરફ માર્ગ અકસ્માતના બનાવમાં લોકો મોતને ભેટી રહ્યા છે તો બીજી તરફ લોકો આત્મહત્યા તરફ પણ આગળ વધી રહ્યા છે સતત વધતા જતા મોતના બનાવના પગલે જિલ્લાવાસીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે બનાસકાંઠામાં અંબાજી ના ત્રિસુળીયા ઘાટ પાસે એક અજાણ્યા વ્યક્તિ ની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. ત્રિસુળીયા ઘાટ પાસેથી પસાર થઈ રહેલા રાહદારીઓએ લાશ ને જોતા આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. બનાવ ની જાણ થતાં જ દાંતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પંચનામું કરી લાશને ઝાડ પરથી નીચે ઉતારી પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે મૃતક ની ઓળખ કરી પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News