ડીસા ઉતર દક્ષિણ સહિત ટ્રાફીક પોલીસ દ્વારા વિવિધ શાળાઓમાં ટ્રાફીક નિયમોના પાલન અંતગર્ત માર્ગદર્શન કાર્યકમ યોજાયો હતો..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-07 11:49:47
  • Views : 213
  • Modified Date : 2022-07-07 11:49:47

 

ડીસા ઉતર દક્ષિણ પોલીસ દ્વારા     આદર્શ હાઇસ્કુલ અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ડીસા શહેર ટ્રાફીક પોલીસ દ્વારા વિધાર્થીઓમાં ટ્રાફીક નિયમો અંતગર્ત જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ડીસા ઉતર પોલીસ સ્ટેશનના પી આઈ જે વાય ચૌહાણ સહિત ઉતર પોલીસ સ્ટેશનના સ્ટાફ અને દક્ષિણ પોલીસ સ્ટેશનના પી આઈ પટણી સહિત ડીસા શહેર ટ્રાફીક પોલીસ દિલીપભાઈ પ્રજાપતિ ટી આર બી જવાનો સાથે ઉતર દક્ષિણ પોલીસ સ્ટેશનના સ્ટાફ ઉપસ્થિત રહીને આદર્શ હાઇસ્કુલ ખાતે અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં વિધાથીર્ઓ ટ્રાફીક નિયમોનું પાલન કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું  જેમાં 18 વર્ષથી નીચેના વિધાથીઓએ ટુ વ્હીલર વાહનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં સાથે-સાથે શાળામાં અવરજવર સમયે ટ્રાફીક નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ સાથે-સાથે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીમાં ભાગ લઈને વાહનચાલકોમાં  એવર્નસ આવે તેવી કામગીરી કરવા માટે સુચનાઓ આપવામાં આવી હતી જ્યારે આજે આદર્શ હાઇસ્કુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શાળા સ્ટાફ દ્વારા ઉપસ્થિત પોલીસ મહેમાનોનું સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું  જાણીતાં એડવોકેટ આર કે ચૌહાણ દ્વારા પણ આદર્શ હાઇસ્કુલના વિદ્યાર્થીઓને ટ્રાફીક નિયમો અંતગર્ત જાગૃતિ લાવવા વિધાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જ્યારે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં શાળાનાં ફાધર દ્વારા ઉપસ્થિત  ઉપસ્થિત દક્ષિણ પોલીસ સ્ટેશનના પી આઈ સહિત પોલીસ સ્ટાફનુ સ્વાગત કરી ટ્રાફીક નિયમોમાં જાગૃતિ લાવવા વિધાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું  કાર્યક્રમ બાદ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં સ્કાઉટ ગાઈડ અને એનસીસી વિધાથીર્ઓ અને શહેર ટ્રાફીક પોલીસ દ્વારા વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપી વાહનચાલકો ને ટ્રાફીક નિયમોનું પાલન કરવા ગાંધીગીરીના  દર્શન કરાવ્યા હતા.

Download Our B K News Today App



Related News