દાહોદમાં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-18 17:34:13
  • Views : 81
  • Modified Date : 2023-11-18 17:34:13

દાહોદ જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.બેઠકમાં જિલ્લા કલેક્ટરે પ્રજાકીય પ્રશ્નોનો સમયસર, ઝડપી અને સુચારુ ઉકેલ લાવવા તેમજ વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને કામનું સુચારુ આયોજન કરવા તાકીદ કરી હતી.આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે સરકારી લેણાની વસુલાત, પેન્શનના કેસોનો નિકાલ, આવેલી અરજીઓનો નિકાલ કરવા સુચનો કર્યા હતા.દાહોદ જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી બેઠકના પ્રારંભે મહાનુભાવોએ ઉપસ્થિત સર્વેને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.આ બેઠકમાં વહીવટદાર સ્મિત લોઢા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News