બનાસ બેંક ના ચેરમેન તેમજ સરપંચ - ઉપસરપંચો નો અભિવાદન સમારોહ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-29 13:44:05
  • Views : 284
  • Modified Date : 2022-01-29 13:44:05

 

બનાસ બેંક ના નવનિયુક્ત ચેરમેન તેમજ તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં વિજેતા બચનેલા સરપંચ અને ઉપસરપંચો નો અભિવાદન સમારોહ ધાનેરા ના થાવર સ્થિત સરગમ બિઝનેસ હબ ખાતે યોજાયો હતો.

બનાસકાંઠા જીલ્લા ની સૌથી મોટી સહકારી બેંક એટલે કે બનાસ બેંક ના ચેરમેન અણદાભાઈ પટેલ અને ધાનેરા તાલુકાના નવનિયુક્ત સરપંચ અને ઉપ સરપંચ નો સન્માન સમારોહ શુક્રવારે ધાનેરા ના થાવર ખાતે આવેલ સરગમ બિઝનેસ હબ ખાતે બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને અને સાંસદ પરબતભાઇ પટેલ, ધારાસભ્ય શશીકાંત પંડયા, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, જીલ્લા ભાજપ પ્રભારી સુરેશભાઈ શાહ, નંદાજી ઠાકોર, ભાજપના આગેવાન, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન તેમજ સન્માન સમારોહ ના સૌજન્ય દાતા માવજીભાઈ દેસાઈ, જીલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ, દિલીપભાઈ ઠાકોર સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ વિશાળ સંખ્યામાં ખેડૂતો ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ભાજપના આગેવાન, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન તેમજ સન્માન સમારોહ ના સૌજન્ય દાતા માવજીભાઈ દેસાઈ દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ચેરમેન અણદાભાઈ પટેલ ને ફુલહાર, શાલ તેમજ મોમેન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જયારે ધાનેરા તાલુકાના નવનિયુક્ત સરપંચ અને ઉપસરપંચો નું પણ દબદબાભેર સન્માન કરવામાં આવ્યું હતું.

સન્માન સમારોહને સફળ બનાવવા માટે માવજીભાઈ દેસાઈ, વસંતભાઈ પુરોહિત, જગદીશભાઈ પટેલ, હરજીભાઈ પટેલ, પુનમાજી સુથાર સહિત ધાનેરા તાલુકા ભાજપ અને ધાનેરા શહેર ભાજપના આગેવાનો સહિત કાર્યકરો અને સહકારી આગેવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી.

Download Our B K News Today App



Related News