વાવના સરહદી પંથકના માવસરી પોલીસ સ્ટેશનના પ્રાગણમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાયું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-22 11:09:42
  • Views : 260
  • Modified Date : 2021-10-22 11:09:42

 

વાવ પંથકના માવસરી પોલીસ સ્ટેશન પ્રાંગણમાં વહાણવટી માતાના સાનિધ્યમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું..જોકે નવરાત્રિના નવ નોરતાં સ્થાનિકોએ અને પોલીસ સ્ટાફે હરખની હેલી સાથે ઉજવ્યા હતા..ત્યારબાદ શરદપૂર્ણિમાની રાત્રે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.વાવ તાલુકાના છેવાડે આવેલા માવસરી ગામે માવસરી પોલીસ સ્ટેશનના સ્ટાફના સહયોગથી અને સ્થાનિક પ્રજાના આશ્વાસનથી રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું..જોકે પોલીસસ્ટેશન પ્રાંગણમાં વ્હાણવટી માતાનું મંદિર આવેલુ છે જ્યાં શરદપૂનમની ઉજવણી કરવામાં આવી હતી..શરદપૂર્ણિમાના દિવસે સવારે હવન કાર્યક્રમ અને મહેમાનોનું જમણવાર રાખવામાં અવ્યો હતો જોકે કાર્યક્રમ એટલ રાખવામાં આવ્યો હતો કે પબ્લિક અને પોલીસ વચ્ચે લાગણી અને સમન્વય વધે કેટલાક લોકો પોલીસ વિસે અલગ ભાવ રાખતા હોય છે અને તેમના મનમાં ભય હોય છે જેથી પોલીસ અને પબ્લિક વચ્ચે મિત્રતા વધે તેવા ઉમદા આશયથી સ્થાનિક લોકો અને માવસરી પોલીસ સ્ટાફ પી.એસ.આઈ નિલેશભાઈ પટેલ સહિત સ્ટાફે લોક સહયોગથી ભવ્ય આયોજન કર્યુ હતો..કાર્યક્રમમાં આવેલ મહેમાનોને પોલિસ સ્ટાફે સાલ ઓઢાડી સ્વાગત કરાયું હતું...શરદપૂર્ણિમાં ના દિવસે હરખની હેલી સાથે ખેલૈયાઓ રાસ ગરબા રમી શાંતિપૂર્વક કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો..

Download Our B K News Today App



Related News