કાંકરેજના થરામાં જલારામ બાપાનાં ભજન સત્સંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-10 12:59:29
  • Views : 218
  • Modified Date : 2022-03-10 12:59:29

કાંકરેજના થરામાં જલારામ બાપાનાં ભજન સત્સંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

 

 કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં ઠેર - ઠેર દર જલારામ બાપાનાં ભજન સત્સંગનો કાર્યક્ર્મ અવિરત ચાલી રહ્યો છે.ત્યારે  સ્વ. વસંતલાલ વી.ઠક્કર ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તેમના પુત્રો ભરત ઠક્કર તથા જીતેન્દ્ર ઠક્કર દ્વારા જલારામ બાપાનો ભજન-સત્સંગ યોજાયો હતો...ભજન કીર્તનમાં જલારામ ભક્ત મંડળનાલોકો હજાર રહયી પુત્રોના સેવાકીય કાર્યને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણકરી હતી...ઉપસ્થિત ભાવિકભક્તો દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે ભજન સત્સંગમાં ૩૧,૦૦૦/- રૂપિયાનો ફાળો આપ્યો હતો.. પ્રસંગે જલારામબાપાના ભાવિક ભક્તો, ભાઈઓ-બહેનો, માતાઓ,વડીલો બાળકો તેમજ જલારામ મંદીર થરાના ટ્રસ્ટી ગણ સહિત વિશાળ સંખ્યામાં ભક્તજનોએ આ કાર્યક્રમમાં હજાર રહ્યા હતા

Download Our B K News Today App



Related News