થરા માં પરંપરાગત રામજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-08 10:27:45
  • Views : 246
  • Modified Date : 2021-12-08 10:27:45

 

 કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા જુના ગામતળમાં બિરાજમાન શ્રી રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા નિક્ળી હતી. વર્ષોની પરંપરા મુજબ ચાલુ વર્ષે આજરોજ થરાના વેપારીઓ અને તાણાના નગરજનોએ પોત પોતાના ધંધા રોજગાર બંધ રાખી ભગવાન રામચંદ્રજીના ગુણગાન ગાયા હતાં અને સવારે બેન્ડવાજા સાથે શરણાઈઓના સુરો વચ્ચે શોભાયાત્રા કાઢવામાંઆવી હતી...સવારે નીજ મંદિરેથી શોભાયાત્રા નિકળી બહુચર માતાજી મંદિર, જૈન શેરી,દરબાર ગઢ,મોચી શેરી, તેરવાડીયા વાસ,હાઇસ્કુલ રોડ, હાઇવે સ્થિત બહુચર માતાજીના મંદિરે વિસામો લઈ માર્કેટ્યાર્ડ ગરનાળુ,શાક માર્કેટ,નગર પાલિકા રોડ, સદુભા પાટી,પટેલવાસ, રાવળ વાસ,પ્રજાપતીવાસ,જુના પોલિસ સ્ટેશન,મેઈન બજાર થઈ  શોભાયાત્રા નિજ મંદિરે પરત પહોંચી હતી અને સૌ ભકતજનો વિશાળ સંખ્યામા હાજર રહી ભગવાન રામચંદ્રજીની આરતી-પુજા કરીને પ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તજનો ધન્યતા અનુભવિ હતી.

Download Our B K News Today App



Related News