ડીસા તાલુકાના જૂનાડીસા ગામે અલખ ધણી ટ્રસ્ટ દ્વારા ગાયોના લાભાર્થે યોજાયો ભવ્ય ડાયરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-15 12:10:24
  • Views : 307
  • Modified Date : 2022-07-15 12:10:24

 

ડીસા તાલુકાના ગંગાજી હોળા ખાતે અલખ ધણી ટ્રસ્ટ દ્વારા ગાયોના લાભાર્થે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો.જેમાં રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યમાં ગૌભક્તોએ ડાયરાનું રસપાન કર્યું હતું.

 

હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે હિન્દુ ધર્મના લોકો ગાયોને માતા તરીકે પણ પૂજા કરે છે ત્યારે ડીસા તાલુકાના જૂનાડીસા ખાતે ગંગાજી હોળામા આવેલ ‌‌‌‌અલખધણી ગૌશાળા ટ્રસ્ટ દ્વારા અશોક ગિરી બાપુએ ગાયોના લાભાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી સાથે જ દાતાઓ દ્વારા રખડતી બીમાર ગાયો માટે દાનની સર્વાંગી ચલાવવામાં આવી હતી જેમાં બહાદુરસિંહ દરબાર,નરસીભાઇ હાથીભાઇ દેસાઈ દ્વારા બે ગાય આજીવન ઘાસચારો તેમજ બાઇવાડા ખાતે બે વીઘા જમીનની પણ જાહેરાત કરવામાં આવી હતી જ્યારે આમ આદમી પાર્ટીના ભેમાભાઈ ચૌધરી તેમજ તેમની ટીમ દ્વારા પણ તેમની યથાશક્તિ પ્રમાણે દાન આપવામાં આવ્યું જ્યારે આ પ્રસંગે હાસ્ય કલાકાર ભરત રાવલ જીતુ લીબાચીયા અરૂણા બારોટ તેમજ ઉત્તર ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ગાય માતા ના લાભાર્થી યોજાયેલ આ ડાયરામાં લોકોને મોજ કરાવી હતી જ્યારે આ ડાયરામાં મોટી સંખ્યામાં જુના ડીસા સહિત આજુબાજુ ના લોકોએ મોટી સંખ્યા મા ભાગ લઇ ડાયરા ની મોજ માણી હતી ‌‌‌‌ જ્યારે અલખ ધણી ‌‌‌‌ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ દ્વારા ખડા પગે ઉભા રહી લોકોને કોઈપણ જાતની તકલીફ તેમજ કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ ના બને એની પૂરે પુરી તકેદારી રાખવામાં આવી હતી  જ્યારે આવનાર મહેમાનો ને અશોકગીરી બાપુ દ્વારા વિવિધ ભેટસોગાદ આપી સન્માન કરાયું હતું જ્યારે આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો,,

Download Our B K News Today App



Related News