યાત્રાધામ ઢીમામાં જન્માષ્ટમીને લઇને ભવ્ય ઉજવણી કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-01 12:04:28
  • Views : 284
  • Modified Date : 2021-09-01 12:04:28

    ઉત્તર ગુજરાતના પવિત્ર અને મીની દ્વારકાથી ઓળખાતા અને બનાસકાંઠાના વાવ તાલુકાના છેવાડે આવેલા યાત્રાધામ ઢીમામાં બિરાજમાન શ્રી ધરણીધર ભગવાનના મંદિરમાં જન્માષ્ટમીને લઇને ભવ્ય ધરણીધર મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જોકે કૃષ્ણ ભગવાનના જન્મદિવસ હોવાથી ધરણીધર ભગવાનના મંદિરને ચારે બાજુથી રંગબેરંગી લાઇટોથી અવનવા શણગારોથી શણગારવામાં આવ્યું હતું તેમજ ૧૨ વાગ્યાના ટકોરે ભગવાનના જન્મ સમય મંદિર પરિસરની અંદર આરતી ભજન કિર્તન કરવામાં આવી હતી ત્યારે આખું મંદિર પરિસરની અંદર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું જોકે ઢીમા ધરણીધર મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કૃષ્ણ ભગવાનના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવે છે તેમ જ રામ નવમીના દિવસે કૃષ્ણ ભગવાનનું મંદિર પરિશ્રમ ની અંદર ઘોડીયુ બાંધવામાં આવે છે અને તમામ ભક્તો દ્વારા દોરીથી ખેંચીને હીંચકા નાખવામાં આવે છે કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ નિમિત્તે પ્રસાદ રૂપે પંજરી નું વિતરણ કરવામાં આવે છે.

Download Our B K News Today App



Related News